December 18, 2024

તાપી ખાતે ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ, ગૃહમંત્રીએ સમજાવ્યું આદિવાસી સમાજનું મહત્વ

તાપી: આજે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. આ વેળાએ ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રીએ આ દિવસની ઉપસ્થિતોને શુભકામના આપીને આદિવાસી સમાજનું  મહત્વ સમજાવી આદિવાસી સમાજ દ્વારા આઝાદીની લડાઈમાં આદિવાસીઓના બલિદાન અંગે યાદ કર્યા હતા.

આ સાથે કાર્યક્રમ દરમ્યાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કર્યા હતા. વધુમાં, આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કરેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ માં વ્યારા ના ધારાસભ્ય મોહન કોંકણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કલેકટર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.