September 19, 2024

PM મોદીએ ‘X’ પર પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો, કરોડો દેશવાસીઓને કરી અપીલ

Har Ghar Tiranga: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર ત્રિરંગા ઝુંબેશમાં સામેલ થતાં પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. તેમણે પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગાનો ફોટો મૂક્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા તેમણે કરોડો દેશવાસીઓને આવું કરવાની અપીલ કરી છે.

પોતાનો પ્રોફાઈલ ફોટો બદલવાની સાથે તેમણે લખ્યું,”જેમ જેમ આ વર્ષે સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો આપણે બધા સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને એક યાદગાર જન ચળવળ બનાવીએ. હું મારો પ્રોફાઈલ ફોટો બદલી રહ્યો છું અને હું તમને બધાને આવું કરવા વિનંતી કરું છું. તમે પણ અમારા ત્રિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ અને હા, તમારી સેલ્ફી https://harghartiranga.com પર શેર કરો.

શું છે હર ઘર ત્રિરંગો અભિયાન?
આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 22 જુલાઇ, 2022ના રોજ ખુદ વડાપ્રધાન મોદીએ દેશની જનતાને તેમના ઘરે તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. ત્યારથી દર વર્ષે આ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનની જાહેરાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આ અભિયાન તિરંગા સાથે અમારું જોડાણ વધુ ગાઢ બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે 22 જુલાઈ 1947ના રોજ તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.