September 20, 2024

દેશમાં વકફ બોર્ડ હસ્તકની જંગમ મિલકતોમાં ગુજરાત બીજા ક્રમે

ગાંધીનગર: વકફ બોર્ડને આપવામાં આવેલા અમર્યાદિત અધિકારોને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર વકફ બોર્ફની સત્તા ઘટાડવાની તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે સંસદમાં આ સંબંધમાં બિલ રજૂ કરવામાં આવી શકે છે અને આમાં વકફ બોર્ડ એક્ટમાં ઘણા સુધારા કરી શકાય છે. કેબિનેટે વકફ એક્ટમાં સુધારાની અનેક દરખાસ્તોને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, વક્ફ બોર્ડ એ સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, આખા ભારતમાં વક્ફ બોર્ડ એક એવી સંસ્થા છે જે દેશમાં સૌથી વધુ જમીન ધરાવતી બીજા નંબરની સંસ્થા છે. ત્યારે આજે અમે તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે કયાં કેટલી જમીન છે.

ગુજરાત વકફ બોર્ડ પાસે 45000થી વધુ મિલકતો છે. જેમાં 39000 જેટલી સ્થાવર મિલકતો છે જ્યારે બાકીની જંગમ મિલકત છે. વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ અમદાવાદમાં સ્થાવર મિલકત 15,425 છે. સુરતમાં 8453, ભરૂચમાં 4163 સ્થાવર મિલકત છે. ગુજરાતમાં વકફ બોર્ડની 5418 જંગમ મિલકત છે. વકફ બોર્ડ હસ્તકની સ્થાવર મિલકતમાં ગુજરાત 8માં ક્રમે છે. વકફ બોર્ડ હસ્તકની જંગમ મિલકતોમાં દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. વકફ બોર્ડ હસ્તક સૌથી વધુ જમીન ભરૂચ જિલ્લામાં છે. ગુજરાતમાં 5 તળાવોનું મેનેજમેન્ટ વકફ બોર્ડ કરે છે. જેમાં 5 પૈકી 3 અમદાવાદમાં અને 2 કચ્છમાં આવેલા છે.

વકફ બોર્ડ હસ્તકની સ્થાવર મિલકતો

ખેતીલાયક જમીન 3264
ઈમારત 653
દરગાહ, મકરબા 1734
દારૂલ ઉલુમ 19
કબ્રસ્તાન 983
ઘર 12395
ઈદગાહ 168
મદ્રેસા 392
મસ્જિદ 2999
પ્લોટ 2235
શાળા 22
દુકાન 6841
અન્ય 8235
કુલ  39940

કયા જિલ્લામાં કેટલી સંપતિ

અમદાવાદ 15425
સુરત 8453
કચ્છ 2483
ભરૂચ 4163
વડોદરા 2028
આણંદ 334
ભાવનગર 508
દાહોદ 71
જૂનાગઢ 884
ખેડા 394
મહેસાણા 408
પાટણ 712
રાજકોટ 730
સાબરકાંઠા 495
સુરેન્દ્રનગર 260
બનાસકાંઠા 646
અમરેલી 343
ગાંધીનગર 67
જામનગર 341
પોરબંદર 159
નવસારી 442
પંચમહાલ 404
નર્મદા 43
વલસાડ 103
તાપી 44