January 15, 2025

સ્કૂલ જવાનો કંટાળો આવતો હતો તો વિદ્યાર્થીએ ચિઠ્ઠી લખી આપી બોમ્બની ધમકી

દિલ્હી: સાઉથ દિલ્હીની એક ખાનગી સ્કૂલમાં તાજેતરમાં બોમ્બની ધમકી ભર્યો એક મેલ મળ્યો હતો. ધમકી મળતાની સાથે જ દિલ્હી પોલીસ સક્રિય થઈ ગઈ અને તપાસમાં લાગી ગઈ. તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. ધમકી મોકલનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને આરોપી માત્ર 14 વર્ષનો હતો અને સ્કૂલનો જ વિદ્યાર્થી હતો.

વિદ્યાર્થીને લેટર બોમ્બ મોકલવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો બાળકે જણાવ્યું કે તેને સ્કૂલે જવાનો કંટાળો આવતો હતો અને સ્કૂલમાંથી રજા લેવા માટે લેટર લખીને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેનું આ જૂઠ સાચું લાગે એટલે બાળકે પોતાની સ્કૂલની સાથે સાથે અન્ય એક બે સ્કૂલોના નામ પણ લખી દીધા હતા. હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.