January 3, 2025

સરકારનો મોટો નિર્ણય, 50 હજાર કરોડના 8 નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોરને મંજૂરી

Highways in India: ભારત સરકારે દેશમાં 8 નવા હાઇ સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપી છે. સરકાર આ કોરિડોર પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. દેશના અલગ-અલગ ખૂણામાં બનવા જઈ રહેલા આ રસ્તાઓથી લોકોનો સમય તો બચશે જ પરંતુ ઘણા શહેરો વચ્ચેનું અંતર પણ ઘટશે. ઉપરાંત, તે ઇંધણ બચાવવામાં પણ મદદ કરશે. આગરા-ગ્વાલિયર, કાનપુર-લખનૌ, ખડગપુર-મોરેગ્રામ, રાયપુર-રાંચી, અમદાવાદ, પુણે, નાસિક, અયોધ્યા અને ગુવાહાટીને આ નવા કોરિડોરનો લાભ મળશે.

936 કિલોમીટર લંબાઈના આ 8 પ્રોજેક્ટ પર 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ શુક્રવારે આ 8 કોરિડોરના નિર્માણને મંજૂરી આપી હતી. આ હાઈ સ્પીડ કોરિડોરની કુલ લંબાઈ 936 કિમી હશે. તેને બનાવવા માટે 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સરકારનો દાવો છે કે આ 8 પ્રોજેક્ટ્સ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 4.42 કરોડ નોકરીઓનું સર્જન કરશે.

આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર (Agra-Gwalior National High-Speed Corridor)
આ 88 કિમી લાંબો એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ કોરિડોર 6 લેનનો હશે. તેને બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર મોડલ (BOT મોડલ) પર તૈયાર કરવામાં આવશે. આ રોડ બનાવવાનો અંદાજીત ખર્ચ 4,613 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે પર આવતા આ બે શહેરો વચ્ચે બનેલા નેશનલ હાઈવે પર હાલમાં ભારે ભીડનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે આ નવા પ્રોજેક્ટથી આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનું અંતર લગભગ 7 ટકા અને મુસાફરીનો સમય લગભગ 50 ટકા ઘટશે.