January 15, 2025

સત્યાગ્રહનો સાક્ષી ‘દાંડી માર્ગ’ બિસ્માર બન્યો, મરામતથી હવે મેળ નહિ પડે: R&B અધિકારી

યોગીન દરજી, ખેડા: મીઠાના સત્યાગ્રહ દરમિયાન જે રૂટ પર ગાંધીજી ચાલ્યા હતા તેને દાંડી રૂટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, આ દાંડી માર્ગની હાલત આજે ખરાબ થઈ રહી છે. દાંડી માર્ગનો 6 કિમી.નો ભાગ નડિયાદ શહેરમાંથી પસાર થાય છે. આ રૂટને ગાંધીજીની 150મી જયંતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર રૂ. 26 કરોના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે આ રોડ પર જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે.

હાલત એવી છે કે મહિલા વાહન ચાલકો ને તો વિશેષ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. મહિલાઓ ની ફરિયાદ છે કે ઉબડ ખાબડ માર્ગ ના કારણે મોપેડ પર કોઈ ચીજ વસ્તુ કે બાળકો સાથે અવાર કવર કરવી મુશ્કેલ બની છે. આ સ્થિતિ ને કારણે ઐતિહાસિક દાંડી રૂટ સાથે સાથે સાથે દાંડી માર્ગ નું કામ સાંભળતા માર્ગ અને મકાન વિભાગની શાખ પણ બગડી રહી છે.

તો બીજી તરફ દાંડી માર્ગ હસ્તક ના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેઓ ખાડા પીવાનો બને તેટલો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ રસ્તાને હવે નવેસરથી બનાવવાની જરૂર છે. જેનો સ્પષ્ટ મતલબ થાય છે કે સરકારે આ રોડ પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.

આ પણ વાંચો: Monsoon 2024: રાજ્યભરમાં આગામી 7 દિવસ થશે તોફાની વરસાદ, IMDએ આપ્યું એલર્ટ