January 5, 2025

મનુ હાલમાં શૂટિંગમાં ત્રીજા સ્થાને

Paris Olympics 2025 Day 7 Updates: આજે (2 ઓગસ્ટ) પેરિસ ઓલિમ્પિક્સનો 7મો  દિવસ છે. ભારતીય ખેલાડીઓ તીરંદાજી, બેડમિન્ટન, હોકી, ગોલ્ફ, શૂટિંગ જેવી ઈવેન્ટ્સમાં પોતાની તાકાત બતાવી રહ્યા છે. હાલ તમામ ભારતીયની નજર મનુ ભાકર પર છે. જે મહિલાઓની 25 મીટર પિસ્તોલની ક્વોલિફિકેશનમાં ભાગ લઈ રહી છે. તેની સાથે આ ઈવેન્ટમાં તેની સાથે ઈશા સિંહે પણ ભાગ લીધો હતો.આજે તીરંદાજીમાં પણ મેડલની આશા છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આજે છે સાતમો દિવસ
રમતગમતના સૌથી મોટા મહાકુંભ, પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ પણ સાતમા દિવસે એટલે કે શુક્રવારના તમામ ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ બેડમિન્ટન, તીરંદાજી, હોકી, ગોલ્ફ, શૂટિંગ, એથ્લેટિક્સ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. આજે તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટમાં ભારતને મેડલની આશા છે. જ્યારે મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલની ક્વોલિફિકેશનમાં ભાગ લઈ રહી છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે 7મા દિવસે એટલે કે 2 ઓગસ્ટે ભારતનું શેડ્યૂલ

  • ગોલ્ફ મેન્સ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ 2 – ગગનજીત ભુલ્લર અને શુભંકર શર્મા – 12:30 PM
  • શૂટિંગ 25 મીટર પિસ્તોલ મહિલા ક્વોલિફિકેશન રાઉન્ડ – મનુ ભાકર અને ઈશા સિંઘ – બપોરે 12:30 PM
  • શૂટિંગમાં સ્કીટ મેન્સ ક્વોલિફિકેશન – અનંતજીત સિંહ નારુકા – બપોરે 1 વાગ્યે
  • તીરંદાજી મિશ્રિત ટીમ ઇવેન્ટ – અંકિતા ભકત અને ધીરજ બોમાદેવરા – 1:19 PM
  • રોઇંગ મેન્સ સિંગલ સ્કલ્સ ફાઇનલ ડી – બલરાજ પંવાર – 1:48 pm
  • જુડો મહિલા 78 પ્લસ કિલોગ્રામ રાઉન્ડ ઓફ 32 – તુલિકા માન – 2:12 pm
  • સેલિંગમાં મહિલાઓની ડીંગી રેસ 3 – નેત્રા કુમાનન – 3:45 pm
  • સેઇલિંગમાં મહિલાઓની ડીંગી રેસ 4 – નેત્રા કુમાનન – 4:45 pm
  • ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હોકી મેચ – ભારતીય સમય અનુસાર સાંજે 4:45 કલાકે
  • બેડમિન્ટન મેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલ મેચ – લક્ષ્ય સેન વિ ચૌ તૈન ચે – 9:05 PM
  • સેઇલિંગમાં પુરુષોની ડીંગી રેસ 3 – વિષ્ણુ સરવણન – 3:50 pm
  • નૌકાવિહારમાં પુરુષોની ડીંગી રેસ 4 – વિષ્ણુ સરવણન – (3જી રેસના અંત પછી બરાબર)
  • એથ્લેટિક્સ મહિલા 5000 મીટર હીટ 1 રાઉન્ડ વન – અંકિતા ધ્યાની – 9:40 PM
  • એથ્લેટિક્સ મહિલા 5000મી હીટ 2 રાઉન્ડ 2 – પારુલ ચૌધરી – 10:06 PM
  • એથ્લેટિક્સમાં પુરુષોની શોટ પુટ લાયકાત – તજિન્દર પાલ સિંહ તૂર – 11:40 PM

આ પણ વાંચો: મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકના આ રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય