January 15, 2025

રાજ્યમાં ભારે વરસાદ બાદ કૃષિ વિભાગે શરૂ કર્યો પાક નુકસાનીનો સર્વે

મલ્હાર વોરા, ગાંધીનગર: તાજેતરમાં રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં ખેડૂતોના પાક સહિત જમીનનું ભારે ધોવાણ થયું છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગે પ્રાથમિક તબક્કે સર્વેની કામગ્રીરી શરૂ કરી દીધી છે. જો કે હાલ રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદ ના કારણે અતિ વૃષ્ટિ જોવા મળી છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ મળી હતી, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદ ના કારણે રાજ્યના મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરીને તારાજી નો ચિતર હાંસલ કર્યો હતો. જો કે મહત્વનું છે કે રાજ્યમાં થયેલા ભારે ના કારણે 9 જિલ્લામાં અતિ વૃષ્ટિ જોવા મળી છે જેથી રાજ્ય સરકારે આ તમામ જિલ્લામાં સર્વેના આદેશ આપ્યા છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 9 જિલ્લામાં ખેડૂતોના પાક, જમીન ધોવાણ વધુ માત્રમાં થયું છે જેથી નુકસાન વધુ છે હાલ કૃષિ વિભાગના અધિકારીઓ ની કુલ 131 ટીમોને આ 9 જિલ્લામાં પ્રાથમિક સર્વેની કામગ્રીરી સોંપવામાં આવી છે. હાલ આ પ્રભાવિત 9 જિલ્લામાં કૃષિ વિભાગના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરીને કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ ત્યાર કરશે. હાલ કૃષિ વિભાગ રિપોર્ટ ત્યાર કરી ને આગમી દિવસોમાં કૃષિ મંત્રી સમક્ષ રજુ કરશે ,કૃષિ મંત્રી આ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરીને આર્થિક સહાય માટે રજુઆત કરીને સહાય ની રકમ નક્કી કરશે.