ખાનગી યુનિવર્સિટીમાં ફીના નામે ઉઘાડી લૂંટ; મેડિકલ કરતાં BA-Bcomની ફી વધુ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યની ટેકનીકલ અને મેનેજમેન્ટ કોલેજો માટે FRCની રચના કરવામા આવી છે. પરંતુ, ખાનગી યુનિવર્સીટીમાં ચાલતા BA,Bcomm સહિતના કોર્સ માટે કોઇ પણ પ્રકારની FRCની રચના નથી કરવામા આવી અને તેને કારણે આ ખાનગી યુનિવર્સિટીઓ ફીના નામ પર લુંટ ચલાવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા BA, Bcomm સહિતના કોર્સ માટે સાડા ચાર લાખ રૂપિયા ફી ઉધરાવવામા આવી રહી છે.
રાજ્યની ટેકનીકલ કોલેજો માટે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 101 કોલેજોની ફી નક્કી કરી દેવામા આવી છે પરંતુ ખાનગી યુનિવર્સીટીઓમા ચાલતા Bcomm, BA, BBA સહિતના કોર્સમાં ફી નક્કી કરવા માટે કોઇ FRC નથી અને તેને કારણે આ ખાનગી યુનિવર્સિટીઓને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને લુંટનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ ફી લેવામા આવી રહી છે. જેને કારણે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા હોબાળો મચાવવામા આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીને 24 ક્લાકનુ અલ્ટીમેટમ આપીને ફી ઘટાડવા માટે જણાવ્યુ છે. જો ફી ઘટાડવામા નહી આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી છે.
ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં એનએસયુઆઇના શહેર પ્રમુખે જણાવ્યુ હતુ કે એક તરફ સ્ટેટ યુનિવર્સીટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 11 હજારથી લઇને 30 હજાર રૂપિયા સુધીની ફી લેવામા આવે છે ત્યારે બીજી બાજુ આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં બેફામ પાચ પાચ લાખ રૂપિયા ફી ઉધરાવવામા આવી રહી છે ત્યારે આ યુનિવર્સિટીઓને પણ FRCની અંદર લાવવામા આવે જેથી કરીને વિદ્યાર્થી અભ્યાસ કરી શકે.. સાથે સાથે એનએસયુઆઇએ આક્ષેપ કર્યો કે યુનિવર્સીટી દ્વારા એસસીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા નથી આવી રહ્યો.