January 14, 2025

મોહરમનો Video શેર કરી હિન્દુ-મુસ્લિમ પર આ શું બોલી કંગના, ભડકી ગયા યૂઝર્સ

મુંબઈ: હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે કંગના વધુ એક ટ્વિટના કારણે વિવાદમાં આવી ગઈ છે. આ ટ્વીટમાં તેણે મુસ્લિમોના મોહરમ જુલૂસનો વીડિયો શેર કર્યો છે. એટલું જ નહીં કંગનાએ હિન્દુઓને એવી અપીલ કરી કે તેને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા. જો કે આ મુદ્દે કેટલાક યુઝર્સે કંગનાને સપોર્ટ પણ કર્યો છે.

કંગનાએ મોહર્રમના જુલૂસનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક લોકો હાથમાં તલવારો લઈને લોહીથી લથપથ જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કંગનાએ લખ્યું, આ વિચિત્ર અને ડરામણો છે. પરંતુ આ પ્રકારની દુનિયામાં ટકી રહેવા માટે, શું હિન્દુ પુરુષોએ આવા યુદ્ધ માટે જરૂરી તાલીમ લેવી જોઈએ? માહોલ જોતાં લોહી ગરમ થવામાં કોઈ તકલીફ તો નથી ને?

સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી
કંગનાની આ પોસ્ટ પર યુઝર્સે કોમેન્ટ પણ કરી હતી. હિમાચલ પોલીસને ટેગ કરતાં એક યુઝરે લખ્યું, આ મહિલા હિન્દુઓને ઉશ્કેરી રહી છે અને તેમને ગરમ અને હિંસક બનવાનું કહી રહી છે. આ યુઝરે કંગનાની ધરપકડની માંગ પણ કરી છે.

અન્ય યુઝરે લખ્યું, આ ખરેખર સારું નથી. પરંતુ ઇસ્લામમાં આ કરવું જરૂરી છે. અન્ય એક યુઝરે આ વીડિયોને દુઃખદ ગણાવ્યો છે. તો રાહુલ શર્મા નામના યુઝરે લખ્યું કે, હું હવે તમે સાંસદ છો. મને લાગે છે કે તમે સારું કરી રહ્યા છો. આવી ટ્વીટ આઈટી સેલ પર છોડી દો. અન્ય એક યુઝરે લખ્યું કે, કોઈ સહમત થાય કે ન થાય, તેઓ તેમના ધર્મનું પાલન કરી રહ્યા છે. તેમને આનાથી કોઈ રોકી શકે તેમ નથી. અન્ય એક યુઝરે લખ્યું, તમારું લોહી ગરમ રાખો, આ એક સાંસદનું નિવેદન છે. જેમણે બંધારણના શપથ લીધા છે.

આ પણ વાંચો: નીતા અંબાણીએ પેરિસમાં પ્રથમ વખતના ઈન્ડિયા હાઉસની ઝલક આપી

કંગનાએ પેરિસ ઓલિમ્પિક સેરેમની પર પણ સવાલ ઉઠાવ્યા હતા
કંગનાએ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે ડાબેરીઓએ પેરિસ ઓલિમ્પિકને સંપૂર્ણપણે હાઇજેક કરી લીધું છે.