December 22, 2024

રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાતને ઘમરોળશે

ગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં ગુજરાત રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ચાર દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. 48 કલાક બાદ ગુજરાત રાજ્યમાં શિયર ઝોનની અસર હળવી થશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઘટે એવી સંભાવના છે.