November 25, 2024

ભારતીય મહિલા ટીમ તીરંદાજીમાં ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય

Paris Olympics 2024: ભારતીય મહિલા ટીમે તીરંદાજીમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જેના કારણે મેડલની આશા વધારે બંધાઈ છે. ભારતની મહિલા અને પુરૂષ બંને ટીમો તીરંદાજીમાં એક્શનમાં છે. તીરંદાજીમાં મહિલા ટીમે ક્વોલિફિકેશન રેન્કિંગ રાઉન્ડમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ સાથે ટીમ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટીમ દક્ષિણ કોરિયા, ચીન અને મેક્સિકો પછી ચોથા સ્થાને છે.

શાનદાર પ્રદર્શન કર્યું
ભારતીય મહિલા ટીમની ત્રિપુટીએ રેન્કિંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભજન કૌરે દીપિકા કુમારી, અંકિતા ભકત, યોગ્ય નિશાન સાધ્યા. અંકિતાનો વ્યક્તિગત સ્કોર 666, ભજન કૌરનો વ્યક્તિગત સ્કોર 659 અને દીપિકા કુમારીનો વ્યક્તિગત સ્કોર 658 હતો. આ રીતે ભારતનો કુલ સ્કોર 1983 થઈ ગયો છે અને ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાને આવી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો 28 જુલાઈના રોજ ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ સામે થઈ શકે છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય મહિલા તીરંદાજોનું પ્રદર્શનની વાત કરવામાં આવે તો દીપિકા કુમારી – 658 (23મું સ્થાન), ભજન કૌર – 659 (22મું સ્થાન), અંકિતા ભક્ત – 666 (11મું સ્થાન) છે.

આ પણ વાંચો: IND vs SL: T20 સિરીઝ પહેલા થયો મોટો ફેરફાર

ક્વાર્ટર ફાઇનલમાં ભારતની એન્ટ્રી
નિયમોની વાત કરીએ તો, ટીમ લિસ્ટમાં ટોપ-4માં સ્થાન મેળવનારી ટીમોને ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી મળી જશે. ભારત 1983 પોઈન્ટ સાથે ચોથા સ્થાને હોવાથી તેણે ક્વાર્ટર ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવી લીધો છે. ભારત હવે ફ્રાન્સ વિ નેધરલેન્ડ મેચના વિજેતા સાથે ટકરાશે. જ્યારે ટીમ રેન્કિંગમાં 5માથી 12મા ક્રમે રહેલી ટીમોએ પહેલા રાઉન્ડ ઓફ 16માંથી પસાર થવું પડશે.