January 15, 2025

ભારે વરસાદથી પોરબંદર-ખંભાળિયા હાઇવે બંધ, 5 ગામમાં એલર્ટ

પોરબંદરઃ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ પછી પોરબંદર-ખંભાળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. હાલ અહીંથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ખંભાળિયા બંધ થતા 5 ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

આ સિવાય ભારે વરસાદને પગલે પોરબંદર-જૂનાગઢ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને આ રસ્તે પસાર ન થવાની સૂચના આપવામાં આવી રહી છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દ્વારકામાં મેઘરાજાની બીજી ઇનિંગ
દ્વારકા જિલ્લામાં મેઘરાજાની લાંબી ઈનિંગ રમશે તેવું લાગી રહ્યું છે. વિરામ બાદ કલ્યાણપુર તાલુકામાં જામ રાવલમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. સવારમાં મેઘરાજાની પધરામણી થતા રસ્તામાં પાણી વહેતા થયા છે. જામ રાવલમાં સવારમાં જ મેઘરાજા આવી પહોંચ્યા છે. ધમાકેદાર વરસાદ ચાલુ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કલ્યાણપુરના જામરાવલ ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. છેલ્લા બે કલાકમાં સાડા ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેતરોમાં વાવેલો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.