January 6, 2025

CNG કારથી પણ વધારે માઇલેજ જોઈએ છે?

CNG: કાર પેટ્રોલ-ડીઝલ પર ચાલતી કારની સરખામણીમાં સારી માઇલેજ આપે છે. પરંતુ મોટાભાગના કાર માલિકો કેટલીક ભૂલો કરી બેસે છે. જેના કારણે કારની માઇલેજ મજબૂત ચાલતી નથી. ત્યારે આજે અમે એવી ટિપ્સ આપીશું જેને તમે ફોલો કરશો તો તમારી કાર સારી માઈલેજ મેળવવામાં મદદ મળી રહેશે.

સ્પાર્ક પ્લગનો ઉપયોગ
CNG કારના માલિકોએ સારી માઈલેજ મેળવવા માટે સારી ગુણવત્તાના સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરવો જોઈએ. વાસ્તવમાં CNG એન્જિનનું તાપમાન પેટ્રોલ કાર કરતા વધારે હોય છે. જેના કારણે તમે પૈસા બચાવવાના લોભમાં નબળી ગુણવત્તાવાળા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરશો તો તમારી કાર સારી માઈલેજ મળી શકશે નહીં. તમારી કારમાં તમારે સારી માઈલેજ મેળવવા માટે સારી ગુણવત્તાવાળા સ્પાર્ક પ્લગનો ઉપયોગ ચોક્કસ કરો

આ પણ વાંચો: કાર અને બાઈક બાદ હવે માર્કેટમાં આવ્યું BMWનું ઈ સ્કૂટર, ફીચર્સ છે જોરદાર

માઈલેજ નહીં આપે
આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો ઈલેક્ટ્રીક અને સીએનજી વાહનો તરફ લોકો વળ્યા છે. આ સેગમેન્ટ્સ ભારતમાં ફાસ્ટ વિસ્તરી રહ્યો છે. જો તમે પણ પૈસા બચાવવા માંગતા હોવ તો તમે CNG કારનો ઉપયોગ કરી શકો છો. તો આજે અમે તમને જણાવીશું કે CNG કારથી સારી માઈલેજ માટે શું કરવું જોઈએ. જેમાં સૌથી પહેલા તમારે ટાયરનું ધ્યાન રાખવાનું રહેશે. જો તમે તમારા વાહનમાં ટાયરના દબાણનું યોગ્ય ધ્યાન રાખતા નથી તો સારી રીતે માઈલેજ નહીં આપે. જેના કારણે તમારી કારના ટાયરને ચેક કરતા રહો.