January 6, 2025

Vegetable prices: શાકભાજીનાં ભાવમાં મોટો ઉછાળો, ગુજરાતમાં આટલા વધ્યાં ભાવ

Tomato Price: દેશના વિવિધ ભાગોમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ તો કોઈ જગ્યાએ ઓછો વરસાદ જોવા મળી રહ્યા છે. વરસાદની અસર શાકભાજીના ભાવમાં જોવા મળી રહી છે. શાકભાજીના ભાવમાં ઉછાળો થયો છે. જેના કારણે મધ્યમવર્ગને અસર પડી છે. શાકભાજીના ભાવ વધારાને કારણે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.

સરકારી ડેટા પ્રમાણે માહિતી
દિલ્હીમાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી પ્રમાણે દિલ્હીમાં ટમેટાની છૂટક કિંમત 93 રૂપિયા પ્રતિ કિલો હતી. સરકારી ડેટા પ્રમાણે ભારતીય સરેરાશ કિંમત 73.76 રૂપિયા પ્રતિ કિલો હતી. એક માહિતી પ્રમાણે ગયા અઠવાડિયે ભાવમાં તીવ્ર વધારો ભારે ગરમી અને અતિશય વરસાદને કારણે થયો હતો. ટામેટાની સાથે ડુંગળી અને બટાકાના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: બદલાઈ શકે છે ગુજરાત ટાઈટન્સના માલિક, ‘ગૌતમ’ આવશે ગ્રાઉન્ડ પર

આ શાકભાજીના ભાવમાં પણ વધારો
સરકારી આંકડા પ્રમાણે દિલ્હીમાં ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સાથે બીજા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. કારેલા 49 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 89 રૂપિયા પ્રતિ કિલો, ભીંડો 49 રૂપિયા પ્રતિ કિલો, ટીંડા 119 રૂપિયા પ્રતિ કિલો, લીલા કેપ્સિકમ 119 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. રીંગણ (નાના) રૂ. 49. પ્રતિ કિલોના ભાવે, પરવલ રૂ. 49 પ્રતિ કિલોના ભાવે, રીંગણ (મોટા) રૂ. 59 પ્રતિ કિલોના ભાવે, અળવી રૂ. 69 પ્રતિ કિલોના ભાવ છે.

ગુજરાતમાં શાકભાજીના કિલોના ભાવ
ગુવારના 80 રૂપિયા
ટમેટાના 130થી 150 રૂપિયા
ભીંડો 70 રૂપિયા
કોથમરીના 80 રૂપિયા
લીંબુના 100 રૂપિયા