January 2, 2025

Paris Olympics 2024: ભારતીય સુરક્ષા દળ સાથે જોડાયેલા 24 ખેલાડીઓ ભાગ લેશે

Paris Olympics 2024ને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થશે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે. ગત ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તે સમયે ભારતે નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 117 ભારતીય એથ્લેટ ભાગ લેવાના છે.

નીરજ ચોપરા પાસેથી મેડલની અપેક્ષા
ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતનાર સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા પર દરેકની નજર છે. દરેક ભારતીય આશા રાખી રહ્યા છે કે નીરજ ચોપરા મેડલ ચોક્કસ જીતીને લાવશે. તેણે 2023 એશિયન ગેમ્સ, 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 2024 ડાયમંડ લીગ અને 2024 પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેની ગણતરી શ્રેષ્ઠ ખેલાડીઓમાં કરવામાં આવે છે.

આ પણ વાંચો: Shami: સાનિયા સાથે લગ્નની અફવાઓ પર શમીએ તોડ્યું મૌન

પ્રથમ વખત ભાગ લેશે
વર્ષ 2022 કોમનવેલ્થ ગેમ્સની કાંસ્ય ચંદ્રક વિજેતા હવાલદાર જાસ્મીન લેમ્બોરિયા અને વર્ષ 2023 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની કાંસ્ય ચંદ્રક વિજેતા સીપીઓ રીતિકા હુડા એ આર્મીની બે મહિલા સેવા કર્મચારીઓ છે. તેઓ પહેલી વખત ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ બંને મહિલાઓ જો મેડલ જીતે છે તો ઈતિહાસ ચોક્કસ રચાશે. . જાસ્મીન લંબોરિયા બોક્સિંગમાં અને રિતિકા હુડા કુસ્તીમાં ભાગ લેશે.

આર્મીના અન્ય ખેલાડીઓમાં
આર્મીના અન્ય ખેલાડીઓમાં સુબેદાર અવિનાશ સાબલે (3000 મીટર સ્ટીપલચેસ), અમિત પંઘાલ (બોક્સિંગ), સીપીઓ તેજિન્દર પાલ સિંઘ તૂર (શોટપુટ), સીપીઓ મુહમ્મદ અનસ યાહિયા, પીઓ મુહમ્મદ અજમલ, સુબેદાર સંતોષ કુમાર અને જેડબલ્યુઓ મિઝો ચાકો કુરિયન છે. સુબેદાર તરુણદીપ રાય અને ધીરજ બોમ્માદેવરા (તીરંદાજી) અને નાયબ સુબેદાર સંદીપ સિંહ (શૂટિંગ), અબ્દુલ્લા અબુબકર (ટ્રિપલ જમ્પ).