December 22, 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, દેવભુમિ દ્વારકા જળબંબાકાર

Gujarat Rain Update: રાજ્યમાં કેટલાક જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો કેટલાક જિલ્લામાં બારે મેઘ ખાંગા થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત ડેટા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દેવભુમિ દ્વારકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. દેવભુમિ દ્વારકામાં સૌથી વધુ સાડા 24 ઈંચ વરસાદ નોંધાયો છે. અહીં રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો શાળાઓમાં પણ જાહેર રજા આપી દેવામાં આવી છે.દેવભુમિ દ્વારકામાં અવિરત વરસાદના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે.

બીજી તરફ પોરબંદરમાં 10 ઈંચ નોંધાયો છે. પોરબંદરમાં પણ ધોધમાર વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ કેશોદમાં સવા 8 ઈંચ, વંથલીમાં 7 ઈંચ, કલ્યાણપુર-ઉમરગામાં 6-6 ઈંચ વરસાદ, ઉમરગામમાં સાડા 6 ઈંચ, ખંભાળિયામાં પોણા 5 ઈંચ, રાણાવાવમાં સાડા 4 ઈંચ, વલસાડમાં સવા 4 ઈંચ, પારડી અને મેંદરડા તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ, જૂનાગઢ તાલુકા અને શહેરમાં સાડા 3 ઈંચ વરસાદ, કાલાવાડ અને વાપી તાલુકામાં સાડા 3 ઈંચ વરસાદ, માળિયા હાટીના અને ઉપલેટા તાલુકામાં 3 ઈંચ, માણાવદર અને ભેસણ તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: જો રાહુલ ગાંધી ઇચ્છે તો મુસ્લિમોની વસ્તીને નિયંત્રિત કરી શકે છે: હિમંતા બિસ્વા સરમા

ત્યાં જ જામ કંડોરણા અને ભાણવડ તાલુકામાં સવા 2 ઈંચ, અંજાર, જલાલપોર, જોડીયા અને નવસારીમાં 2 ઈંચ, નખત્રાણા, ખેરગામ, માંગરોળમાં પોણા 2 ઈંચ, લખપત અને તલાલામાં પોણા 2 ઈંચ વરસાદ, પાટણ વેરાવળ, લાલપુર અને ધરમપુરમાં દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુંદ્રામાં સવા 1 ઈંચ વરસાદ, ગણદેવી, સુત્રાપાડા, કોડીનારમાં 1 ઈંચ વરસાદ, ડોલવણ, પલસાણા, કપરાડામાં 1 ઈંચ વરસાદ, ભૂજ અને કચ્છના માંડવીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાં જ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.