January 3, 2025

Rajasthanની આ વાનગીઓ કરો ટેસ્ટ, જીભની સાથે મનમાં પણ બેસી જશે સ્વાદ

Rajasthan famous Food: શું તમને પણ મસાલેદાર ખાવું ગમે છે? તો ચોક્કસ તમને રાજસ્થાની ફૂડ ગમશે. રાજસ્થાનની દરેક ખાવાની ડીશ તમારું દિલ જીતી લેશે. જ્યારે પણ તમે રાજસ્થાન ફરવા જાવ છો ત્યારે આજે અમે આજે કેટલીક વાનગીઓને શેર કરીશું તે તમે ટેસ્ટ કરી શકો છો. તમારી આ યાત્રા બની જશે જબદરસ્ત.

ગટ્ટેનું શાક
આ રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત અને પરંપરાગત વાનગી છે. જેને ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. આ લોટને શેપમાં આપીને તળવામાં આવે છે તે પછી તેમાં મસાલા એડ કરવામાં આવે છે.

મરચાના વડા
મરચાના વડા રાજસ્થાનના દરેક શહેરમાં તમને મળશે. લવર અથવા જયપુર અથવા બિકાનેર તમે જાવ છો તો તમે ચોક્કસ મરચાના વડા ટેસ્ટ કરશો. મરચાના વડાનું નામ સાભળતાની સાથે તમને થશે કે તેને ખાવામાં તકલીફ પડે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મરચાંનું બનેલું હોય પણ તે મસાલેદાર નથી હોતું. મસાલેદાર બટાકાના મસાલાથી ભરેલા આ વડા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે રાજસ્થાનમાં ફરવા જાવ છો તો તમે આ તમામ વાનગીઓને ટેસ્ટ કરી શકો છો.

આ પણ વાંચો: બાફેલા ચણા આ ગંભીર રોગને તમારાથી રાખશે દૂર

માવા કચોરી
તમે ડુંગળી અને દાળની કચોરી ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય માવા કચોરી ટ્રાય કરી છે ? તમે રાજસ્થાનના અલવર ફરવા ગયા છો તો તમને મિઠાય ખાવાનું મન થાય છે તો તમે માવાની કચોરી ખાઈ શકો છો. આ કચોરી મોઢામાં નાંખતાની સાથે ઓગળી જશે. તેનો સ્વાદ એટલો ટેસ્ટી હોય છે કે તેનાથી તમારું પેટ ભરાશે પરંતુ મન નહીં.