November 9, 2024

ભારતના ત્રણ અમૂલ્ય રત્નોએ ઓલિમ્પિકમાં એક નહીં પરંતુ બે વખત દેશ માટે મેડલ જીત્યા

Olympic Games Paris 2024: પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમ આ ઓલિમ્પિક માટે તૈયાર છે. પહેલી વખત ટીમ ઈન્ડિયાએ 1900માં ભારતે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. આ વખતની ઓલિમ્પિકમાં ભારતની ટીમ 26મી વખત ભાગ લેશે. ઓલિમ્પિક ઈતિહાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ટોટલ 35 મેડલ મેળવ્યા છે. આ 35 મેડલમાંથી 3 ખેલાડીઓ જ એવા છે જેને એકથી વધુ મેડલ મેળવવામાં સફળતા મળી છે.

ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી ચૂક્યો
ભારતે સૌ પ્રથમ વર્ષ 1900માં ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. નોર્મન પ્રિચાર્ડે 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતનો પ્રથમ વ્યક્તિગત મેડલ વિજેતા એથ્લેટ પણ હતો.

પીવી સિંધુએ ગત ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો
પીવી સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ત્રીજી ભારતીય છે. વર્ષ 2016માં મહિલા સિંગલ્સ બેડમિન્ટન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક મેડલ જીતનારી સૌથી નાની વયની ભારતીય હતી. પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હવે તે પેરિસ ઓલિમ્પિક 2024માં પણ ભાગ લઈ રહી છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપના વીરનું વતનમાં ‘હાર્દિક’ સ્વાગત, રોડ-શોમાં લાખો લોકો જોડાયાં

ઈતિહાસનું પુનરાવર્તન કર્યું
નોર્મન પ્રિચાર્ડ પછી સુશીલ કુમાર ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર બીજા ભારતીય હતા. વર્ષ 2008માં સુશીલ કુમારે કુસ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની 66 કિગ્રા વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગયો હતો. ભારતીય કુસ્તીબાજએ બ્રોન્ઝ મેડલ મેચમાં લિયોનીડ સ્પિરિડોનોવને 3: 1 થી હરાવ્યો હતો. વર્ષ સુશીલે 2012માં સિલ્વર મેડલ જીત્યો હતો. તે સ્વતંત્ર ભારતમાં 2 મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.