November 27, 2024

અનંત અંબાણીના લગ્નમાં આવેલી વિદેશી અભિનેત્રી પર ભારતીય ફેન્સ ભડક્યા

અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર Khloe Kardashianએ મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. અહીં તેણે ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર તેણીના ડ્રેસને લગતી પોસ્ટમાં તેણે જે લખ્યું તે કોઈને ગમ્યું નહીં. અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર્સ કિમ કાર્દાશિયન અને ખ્લોએ કાર્દાશિયન મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. ભારત અને વિદેશના અન્ય મહેમાનોની જેમ બંને બહેનો પણ સંપૂર્ણપણે ભારતીય પરિધાનમાં જોવા મળી હતી. બંનેએ તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. જ્યારે ખ્લોએ તેની સ્નેપચેટ સ્ટોરીમાં તેનો લુક શેર કર્યો ત્યારે તેણે કેપ્શન પણ લખ્યું. હવે આ કેપ્શન એવું હતું કે ભારતીયોને તે બિલકુલ પસંદ ન આવ્યું.

ખરેખરમાં ખ્લોએ સ્નેપચેટ સ્ટોરી પરના એક વીડિયોમાં ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે લખ્યું હતું – ‘ગાય્ઝ, મારા કપડા ખુબ જ સુંદર છે, મેં જે પહેર્યું છે તે એક લોકલ ડિઝાઈનર દ્વારા ખૂબ જ સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે . હું તમને તેનું નામ કહીશ, હકીકતમાં બધું. મારો મતલબ, બધું જ અદ્ભુત છે. મને ખરેખર આ ગુલાબી રંગ ગમે છે. Khloe Kardashian એ તેની Snapchat સ્ટોરી પર શ્રેણીમાં મોટા લગ્નની ઝલક પણ દેખાડી હતી.

જોકે કદાચ પછીથી ખ્લોએની આ પોસ્ટ તેની ટીમના ધ્યાન પર આવી અને બીજી વાતમાં અન્ય ડ્રેસ સાથે તેણે કહ્યું કે તે વિશ્વના પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. ખ્લોએની પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- શું ખ્લોએ કાર્દાશિયને મનીષ મલ્હોત્રાને લોકલ ડિઝાઇન સમજે છે? બીજા યૂઝર્સે કહ્યું,’ખ્લોએ કહી રહી છે કે અંબાણીના લગ્ન માટે તેનો લહેંગા લોકલ ડિઝાઇનરે બનાવ્યો હતો, મને સાંભળીને આશ્ચર્ય થયું. ગુસ્સો વ્યકત કરતા એક યુઝરે લખ્યું- આ જ કારણે આ લોકો લગ્નમાં હાજરી આપીને મળેલી પ્રસિદ્ધિના એક અંશને પણ લાયક નથી.