IND vs ZIM: હરારેમાં કેવું રહેશે હવામાન? જાણો પિચ રિપોર્ટ
IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચ આજે રમાવાની છે. આ મેચનું આયોજન 13 જુલાઈએ એટલે કે આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ 2 મેચમાં જીત મેળવી લીધી છે અને 1 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આજનું હવામાન
જો શ્રેણીની ચોથી T20 મેચ દરમિયાન હરારેમાં હવામાનની વાત કરીએ તો, મેચ સ્થાનિક સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે ભારતીય સમય પ્રમાણે 4:30ના શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાન લગભગ 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે પવનની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવી સ્થિતિમાં, ઝડપી બોલરો પણ શરૂઆતના સમયગાળામાં નવા બોલથી પીચમાંથી મદદ લેતા જોવા મળી શકે છે.અને તે સમયે એક્યુવેધરના અહેવાલ મુજબ, તાપમાન લગભગ 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે પવનની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.
આ પણ વાંચો: BCCIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય
નજર હરારે મેદાનની પીચ પર
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20I શ્રેણીની ચોથી મેચ આજે રમાશે. શ્રેણીની દૃષ્ટિએ આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. શુભમન ગીલની કેપ્ટન્સી ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. આવી સ્થિતિમાં, હવે દરેકની નજર હરારે મેદાનની પીચ પર ટકેલી છે. આ મેચને જીતવા માટે ટીમ ઈન્ડિયા પુરો પ્રયત્ન કરશે. અત્યાર સુધી 3 મેચ રમાઈ તેમાં બેટિંગ કરનારી ટીમ ફાયદામાં જોવા મળી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં બોલિંગ કરી અને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બીજી 2 મેચમાં બેટિંગ કરી હતી તો જીત પ્રાપ્ત થઈ છે.