December 21, 2024

ગુજરાત સહિત આ રાજ્યોએ 22 જાન્યુઆરીએ જાહેર કરી રજા

૨૨ જાન્યુઆરીની દેશ-વિદેશોમાં રામભક્તો આતુરતા જોઇ રહ્યાં છે. અયોધ્યા રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર કાર્યક્રમના મુખ્ય અતિથિ પણ હશે. આ શુભ અવસર પર કેટલાક રાજ્યોમાં જાહેર રજાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત સરકારે શનિવારે અયોધ્યામાં રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ના દિવસે 22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ફેની જાહેરાત કરી હતી. સત્તાવાર આદેશ મુજબ 22 જાન્યુઆરીના દિવસે બપોરે 2.30 વાગ્યા સુધી હાફ ડે જાહેર કરવામાં આવ્યો હતો. 19 જાન્યુઆરીએ ગુજરાત સરકારે તમામ સરકારી કચેરીઓમાં અડધા દિવસની જાહેરાત કરી હતી, ત્યારે શાળા અને કોલેજો માટે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. જો કે, સરકારે હવે રાજ્યની તમામ ખાનગી અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં અડધા દિવસની જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ શાળાની રજા ગુજરાત ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે શાળાઓમાં રજા જાહેર કરી છે.આ સિવાય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં ૨૨ જાન્યુઆરીના દિવસે જાહેર રજા રહેશે તેવી જાહેરાત થઇ છે બીજી બાજુ કેન્દ્ર સરકારએ ગઇ કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે ૨૨ જાન્યુઆરીના દિવસે કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજાને કારણે સરકારી ઓફિસો અડધો દિવસ બંધ રહેશે. બેંકોમાં પણ અડધા દિવસની રજા રહેશે. માહિતી અનુસાર 22 જાન્યુઆરીએ નેશનલ હોલિડેની જાહેરાત કરે તેવી સંભાવના છે. એક એડવોકેટએ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાન્ પત્ર લખીને 22 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવાની અપીલ કરી છે.

ગુજરાત
ગઇ કાલે અધિકારીઓએ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે ગુજરાતમાં તમામ સરકારી કચેરીઓ 22 જાન્યુઆરીના રોજ અડધા દિવસ માટે બંધ રહેશે.

ઉત્તર પ્રદેશ
22 જાન્યુઆરીના દિવસે ઉત્તર પ્રદેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન સ્કૂલ-કોલેજો બંધ રહેશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે યુપી સિવાય કેટલાક રાજ્યોમાં શરાબની દુકાનો બંધ રાખવાનો આદેશ આપી દીધો છે.

ગોવા
ગોવા સરકારે ૨૨ જાન્યુઆરીના દિવસે સરકારી કર્મચારીઓ અને સ્કૂલોમાં રજા જાહેર કરી છે ગોવાના સીએમ પ્રમોદ સાવંતએ એક કોન્ફરન્સ દ્વારા જાણાકારી આપી હતી કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગોવામાં જાહેર રજા રહેશે.

છત્તીસગઢ
છત્તીસગઢ સરકારે ૨૨ જાન્યુઆરીના દિવસે રાજ્યમાં બધી સરકારી અને બીન સરકારી સ્કૂલો અને કોલેજોમાં રજાની જાહેરાત કરી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીને પગલે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયએ રજા જાહેર કરી છે.

હરિયાણા
હરિયાણા સરકારે પણ ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યમાં દારુની દુકાન બંધ રાખવાનો આદેશ આપી દીદો છે અને રાજ્યમાં સ્કૂલોમાં પણ જાહેર રજા આપવામો આદેશ કરી દીધો છે. અને ઓડિશામાં તમામ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ મહેસૂલ અને મેજિસ્ટ્રિયલ કોર્ટ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોણને પગલે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.

આ પણ વાંચો : 22 જાન્યુઆરીએ કેન્દ્રીય કર્મચારીઓ માટે અડધા દિવસની રજા જાહેર, સરકાર તરફથી મોટી જાહેરાત  

૨૨ જાન્યુઆરીએ ક્યા ડ્રાય સ્ટેટ રહેશે

  • ઉત્તર પ્રદેશ
  • રાજસ્થાન
  • આસામ
  • છત્તીસગઢ
  • ઉત્તારખંડ
  • મધ્ય પ્રદેશ
  • હરિયાણા