અમદાવાદ બન્યું ‘મિર્ઝાપુર’, બાપની ખોટી શાખ હાંકતા યુવક પર કરાયું ફાયરિંગ
મિહીર સોની અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેનો જીવતો જાગતો પુરાવો આજે મળ્યો છે. આ ઘટના જોઈને એમ જ લાગે કે અમદાવાદ વેબસીરિઝ મિર્ઝાપુર જેવુ બની રહ્યું છે જ્યાં ફાયરિંગ સામાન્ય ઘટના હોય.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ દ્વારા સરાજાહેર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. સમગ્ર ઘટનાંને લઈને પોલીસ જણાવ્યું છે કે
શાહજમાન પઠાણ નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. જોકે, સદનસીબે ફાયરીગમાં કોઈ ઇજાગ્રસ્ત નથી થયું. જાણવા મળી રહ્યું છે કે શાહજમાન પઠાણ નામના યુવકે જહાંગીર મુલ્લા નામના શખ્સ પર ફાયરિંગ કર્યું હતું. જહાંગીર મુલ્લા પોતાના બાપની ખોટી શાખ હાંકતો હોવાનો આક્ષેપ કરીને શાહજમાન પઠાણ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.