September 20, 2024

6 વર્ષના માસૂમ બાળકને દેવાયા ગરમ ચીપિયાના ડામ, દાદાએ વેવાઈ-વેવાણ વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં માનવતાને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 6 વર્ષના માસુમ બાળકને સાવકી નાનીએ ડામ આપ્યા હતા તો સાવકી માતા અને નાનાએ તો ક્રૂરતાની હદ જ વટાવી દીધી હતી. જેને લઈને હવે બાળકના દાદાએ પુત્ર, પુત્રવધુ અને વેવાઈ-વેવાણ વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને આજે આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

6 વર્ષનો માસુમ બાળક સાથે દુશ્મન પણ ન કરે તેવું કૃત્ય સાવકી નાની, નાના અને માતા એ આચર્યું છે. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે તેના પૌત્રને શારીરિક અને માનસિક ત્રાસ આપી ડામ દેવાના ફરિયાદ નોંધાવી છે. જેમાં દાદાએ પોતાના પૌત્રનાં પિતા, સાવકી માતા તેમજ માતાના પરિવારજનો દ્વારા શરીરના અનેક અંગો પર ડામ આપ્યા છે. ફરિયાદીના મોટા દીકરાએ પહેલી પત્નીને છૂટાછેડા આપી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને દીકરો પૌત્ર સાથે નવી પત્નીના ઘરે જ ઘર જમાઈ બનીને રહેતો હતો. જ્યાં આ 6 વર્ષના બાળકને સાવકી નાનીએ ગરમ ચીપિયાથી શરીરમાં ડામ આપ્યા છે. એટલું જ નહિ પણ બાળકના ગુપ્તાંગમાં પર પણ ઈજાઓ પહોંચાડવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર કેસ મામલે પોલીસે પણ બાળકનું કાઉન્સિલિંગ કર્યું હતું. સમગ્ર હકીકતોની જાણકારી મેળવી હતી. ત્યારબાદ, મેડિકલ રિપોર્ટના આધારે બોડકદેવ પોલીસ મથકમાં બાળકના પિતા, સાવકી માતા અને સાવકી નાના-નાની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ફરિયાદી વૃદ્ધના મોટા પુત્રના લગ્ન 2015માં થતાં હતા અને બાદમાં વર્ષ 2021 માં છૂટાછેડા થયા હતા. દીકરાને અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી તેણે છૂટાછેડા આપી નવી પત્ની સાથે તેના ઘરે રહેવા લાગ્યો હતો. જોકે દાદાના આક્ષેપ મુજબ નવી પત્નીએ પુત્રની કરોડો રૂપિયાની મિલકતો પચાવી પોતાના નામે કરાવી લીધી છે.ફરિયાદી વૃદ્ધ એ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા છે કે શાહીબાગ પોલીસ મથકમાં અનેક વખત ધક્કા ખવડાવતા આવ્યા પણ તેની ફરિયાદ નોંધવામાં આવી નહિ. ચાઈલ્ડ વલ્ફેર કમિટી દ્વારા સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી અને બાદમાં બોડકદેવ પોલીસ મથકમાં દાદાની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ તપાસમાં બાળક ને ડિસેમ્બર 2023 માં સાવકી નાની દ્વારા ડામ આપવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે સાથે જ સાવકી માતા અને પિતા પણ તેને માર મારતા હોવાનું સામે આવ્યું છે એટલું જ નહિ સાવકી નાની દ્વારા અનેક વખત માસૂમ બાળકને ગેટ પર છૂટો મૂકીને ઘરે આવી જાય છે.હાલતો પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે આ પ્રકારની પારિવારિક કંકાસનો ભોગ એક નિર્દોષ બાળક બન્યો જે એક સભ્ય સમાજ માં શરમજનક બાબત કહેવાય.