Mercedes-Benz EQA કાર અનેક એવી EV કારને ટક્કર આપશે, ફિચર્સ છે જોરદાર
Mercedes-Benz EQA: ઈ વ્હિકલ્સનો યુગ ભારતમાં શરૂ થઈ રહ્યો હોય એવું ઓટો સેક્ટરમાંથી જાણવા મળ્યું છે. ખાસ કરીને જુદી જુદી કંપનીઓએ ટુ વ્હિલર બનાવ્યા બાદ માર્કેટમાં ધીમે ધીમે એક પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેના પગલે હવે કાર બનાવતી કંપનીઓ પણ ઈ વ્હિકલ તરફ આગળ વધી રહી છે. ભારતીય બજારમાં Mercedes-Benz દ્વારા આ ઓફર કરવામાં આવેલી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. આ સિવાય, મર્સિડીઝ-બેન્ઝની ભારતીય ઇલેક્ટ્રિક વાહન લાઇનઅપમાં EQB, EQE SUV અને EQS સેડાન જેવી કારનો સમાવેશ થાય છે. જેની કિંમત આનાથી વધુ છે.
નવી કારથી કંપનીને મોટી આશા
ભારતીય કાર બજાર ઝડપથી ઇલેક્ટ્રિફાઇડ બની રહ્યું છે. મોટાભાગની વાહન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ EV સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કોઈ નવા મોડલના માધ્યમથી પ્રયાસ કરી રહી છે. જર્મનીની અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર તરીકે Mercedes-Benz EQA લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ બેટરી પેકથી સજ્જ આ કારની પ્રારંભિક કિંમત 66 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. EQA મર્સિડીઝ-બેન્ઝની ભારતીય ઇલેક્ટ્રિક વાહન લાઇનઅપમાં EQB, EQE SUV અને EQS સેડાન સાથે જોડાય છે. ભારતીય બજારમાં કંપનીની આ ચોથી અને સૌથી વધુ સસ્તું ઇલેક્ટ્રિક કાર છે.
આ પણ વાંચો: કાર-રિક્ષા બાદ બાઈક પણ હવે CNG, માર્કેટમાં ચેન્જ આવશે એ નક્કી
અન્ય મોડેલ મોંઘા
અન્ય તમામ મોડલ આના કરતા વધુ મોંઘા છે. કંપનીએ તેનું સત્તાવાર બુકિંગ પણ શરૂ કરી દીધું છે અને તેની ડિલિવરી જાન્યુઆરી 2025થી શરૂ થશે. ગયા વર્ષે ઓગસ્ટમાં, કંપનીએ વૈશ્વિક બજારમાં EQA રજૂ કર્યું હતું, હવે મર્સિડીઝે તેના ફેસલિફ્ટ મોડલ સાથે ભારતના EV સેક્ટરમાં એન્ટ્રી કરી છે. તેમાં ક્રોસઓવર સ્ટાઇલ, આગળના ભાગમાં મર્સિડીઝની સિગ્નેચર ગ્રિલ અને સંપૂર્ણ પહોળાઈનો લાઈટ બાર છે. તેનો પાછળનો ભાગ મોટે ભાગે EQB થી પ્રેરિત હોય તેવું લાગે છે જ્યારે તેમાં પ્રમાણભૂત તરીકે 19 ઇંચના એલોય વ્હીલ્સ છે. કુલ 7 રંગોમાં આવતા, ગ્રાહકો પોલર વ્હાઇટ, કોસ્મોસ બ્લેક, માઉન્ટેન ગ્રે, હાઇ-ટેક સિલ્વર, સ્પેક્ટરલ બ્લુ, પેટાગોનિયા રેડ મેટાલિક અને માઉન્ટેન ગ્રે મેગ્નો કલર વિકલ્પોમાં આ SUV પસંદ કરી શકે છે.
રોયલ લૂક એ પણ અંદરથી
કેબિનને વૈભવી અને અદ્યતન સુવિધાઓથી શણગારવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક એસયુવીના ડેશબોર્ડ પર બ્લેક-લાઇટ સ્ટાર પેટર્ન આપવામાં આવી છે. જેમ એસ-ક્લાસ સેડાનમાં જોઈ શકો છો. આ સિવાય, અપહોલ્સ્ટ્રી અને એર વેન્ટ્સ પર રોઝ-ટાઈટેનિયમ ગ્રે પર્લ હાઈલાઈટ્સ તેને થોડો વધુ પ્રીમિયમ લુક આપે છે. આ સિવાય કારમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક મોટર 190hpનો પાવર અને 385Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 8.6 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે.