January 15, 2025

Most Beautiful Places: વિશ્વની 5 સુંદર જગ્યાઓને પ્રવાસીઓ કરી રહ્યા છે ખતમ

Most Beautiful Places: દરેક લોકોને આજના સમયમાં ફરવું ગમે છે. પરંતુ વિશ્વમાં લોકપ્રિય સ્થળો પર જેમ લોકોની ભીડ વધી રહી છે તેમ તે જગ્યા પર પર્યાવરણને નુકશાન પણ વધી રહ્યું છે. જે કુદરતને જ નુકસાન પહોંચી રહ્યું છે. જો તમે પર્યાવરણનું ધ્યાન નહીં રાખો તો તે નષ્ટ થઈ જશે.  આજે અમે તમને વિશ્વના 5 લોકપ્રિય સ્થળોની વાત કરીશું કે તે જગ્યા પર ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓનો આવવાના કારણે પર્યાવરણને નુકશાની થઈ રહી છે.

વેનિસ, ઇટાલી

ઇટાલીમાં આવેલું વેનિસમાં સુંદર નેહેરો આવેલી છે. આ સાથે રોમાંસ માટે બેસ્ટ પ્લેસ પણ છે. આ સ્થળ પર લોકોની ભારે ભીડના કારણે ઐતિહાસિક ઈમારતોને નુકસાન થઈ રહ્યું છે.

બાલી, ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયામાં આવેલું બાલી યુવાનો અને યુગલો માટે લોકપ્રિય હનીમૂન સ્થળ બની ગયું છે. અહિંયા દરિયાકિનારો આવેલો અને તેની સાથે હરિયાળી પણ જોવા મળે છે. ભારે ભીડ થવાના કારણે આ સ્થળ પર ટ્રાફિક અને પર્યટનને કારણે અહીં પાણીની અછત, ટ્રાફિક, જમીન વિવાદ અને પર્યાવરણની ચિંતાઓમાં ભારે વધારો થઈ રહ્યો છે.

માચુ પિચ્ચુ, પેરુ

વિશ્વનું સૌથી લોકપ્રિય પુરાતત્વીય સ્થળ એટલે માચુ પિચ્ચુ, પેરુ. મહત્વની વાત એ છે કે લોકપ્રિયતાને કારણે પ્રવાસીઓ અહીં આકર્ષાય છે. આ સ્થળની સુંદરતા જાળવવા પ્રવાસી મર્યાદા લાદવા અને વધુ સારા પગલા ભરવા માંગ ઉઠી છે.

ક્રોએશિયા


ડુબ્રોવનિક ક્રોએશિયામાં લોકો મોટી સંખ્યામાં ફરવા જઈ રહ્યા છે. પ્રવાસીઓનો વધારો થતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નકારાત્મક અસર પડી રહી છે. જેના કારણે આ સ્થળની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સુંદરતા પણ પ્રભાવિત થઈ છે.

આ પણ વાંચો: સ્વર્ગને ટક્કર મારે એવા છે આ સ્થળ, ચોમાસામાં દિલ બાગ બાગ થઈ જશે

ભારે ભીડથી નુકશાની 
આજના સમયમાં લોકોની પાસે સમય હોય તો તે એવી જગ્યા પસંદ કરે છે કે જે જગ્યા પર જઈને તેમને શાંતિ અને પ્રકૃતિનો આનંદ મળી શકે. જેના કારણે દુનિયાના તમામ એવા પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. તેને ઓવર ટુરિઝમ પણ કહી શકાય. વધારે પડતી ભીડના કારણે સુંદર સ્થાનોને નુકશાની થઈ રહી છે. ત્યારે આજે અમે તમને એવા સ્થળની વાત કરીશું જે જગ્યા પર વધારે પ્રવાસીઓ જવાના કારણે ટ્રાવેલ ડેસ્ટિનેશને નુકશાની થઈ રહી છે.