September 22, 2024

Virat Kohliનું ફેવરીટ શિરામણ ખાધું ટીમ ઈન્ડિયાએ

T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમની ફ્લાઈટ સવારે લગભગ 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આવી ગઈ છે. એરપોર્ટની બહાર તમામ ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ભવ્ય સ્વાગત કરાયું
T-20 વર્લ્ડ કપ જીતીને ગુરુવારે ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બ્રિગેડ આઈટીસી મૌર્ય હોટેલ પહોંચી હતી. અહિંયા ખાસ નાસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ નાસ્તામાં છોલે ભટુરે, લસ્સી અને તેમની પસંદગીનો નાસ્તો તૈયાર કરવામાં આવ્યા હતો. આ હોટલમાં થોડો સમય ટીમ આરામ કરશે. આઈટીસી મૌર્ય હોટલમાં ટીમ ઈન્ડિયા માટે ખાસ નાસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ખેલાડીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને નાસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા માટે ખાસ ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા જેવી હોટલમાં પહોંચી હતી. તે સમયે ખાસ કેક કાપીની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

આજનું ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ

સવારે 9:00 ITC મૌર્યથી PM આવાસ તરફ રવાના
સવારે 10 થી 12: પીએમ નિવાસ સ્થાને સમારોહ
બપોરે 12: ITC મૌર્ય માટે પ્રસ્થાન
બપોરે 12: ITC મૌર્યથી દિલ્હી એરપોર્ટ માટે પ્રસ્થાન.
બપોરે 2 વાગ્યે: ​​મુંબઈ માટે પ્રસ્થાન
સાંજે 4 વાગ્યે: ​​મુંબઈ એરપોર્ટ પર આગમન
સાંજે 5 વાગ્યે: ​​વાનખેડે સ્ટેડિયમમાં આગમન
સાંજે 5 થી 7: ઓપન બસ પરેડ
સાંજે 7 થી 7:30: વાનખેડે સ્ટેડિયમ ખાતે સમારોહ
સાંજે 7:30: હોટેલ તાજ માટે પ્રસ્થાન

આ પણ વાંચો: Rohit Sharma T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને એરપોર્ટની બહાર આવ્યો, વીડિયો વાયરલ