January 3, 2025

બે કલાકમાં રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ, ત્રણ સ્ટેટ હાઇવે બંધ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા બે કલાકમાં કુલ 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના સુઇગામમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના SEOCમાં અધિકારીઓ સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે. રાજ્યમાં વરસાદને ધ્યાને રાખીને અલગ અલગ જગ્યાએ 10 NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

ગીર સોમનાથથી એક NDRFની ટીમ કેશોદ મોકલવામાં આવી છે. તો બરોડાથી NDRFની એક ટીમ ગીર સોમનાથ રવાના કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ત્રણ સ્ટેટ હાઇવે બંધ છે. જૂનાગઢમાં બે અને પોરબંદરમાં 1 સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. તેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના અન્ય માર્ગો કુલ 14 બંધ ભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં છોટાઉદેપુરમાં એક, સુરતમાં એક, રાજકોટમાં બે, મોરબીમાં એક, ભાવનગરમાં એક, જૂનાગઢમાં સાત તો પોરબંદરમાં એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અન્ય જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ 99 માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં સુરત 16, નવસારી 6,ડાંગ 2, રાજકોટ 3, મોરબી 3 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. જામનગરના 8, દ્રારકાના 6, ભાવનગરનો 1, અમરેલીનો 1, જૂનાગઢના 40 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથમાં 4, પોરબંદરમાં 9 જેટલા પંચાયત માર્ગો વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 208 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વંથલીમાં આભ ફાટ્યું

રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે, અન્ય માર્ગો સહિત પંચાયતના માર્ગો મળીને કુલ 116 માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. માર્ગો વરસાદમાં ધોવાણ થતા અને વરસાદી પાણી ફરી વળતા હાલ પૂરતા બંધ રાખવામાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે.