December 22, 2024

આજે રાજ્યના 12 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 192 તાલુકામાં મેઘરાજાની મહેર થઇ છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં પણ સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યાં જ વલસાડના ઉમરગામ, સુરતના કામરેજ અને આણંદ શહેરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માળિયા હાટીના અને મેંદરડામાં 2 ઈંચ વરસાદ, આણંદના બોરસદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જોકે આ દરમિયાન રાજ્યના 12 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 12 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો: ‘શાનદાર જીત…’, રાષ્ટ્રપતિથી લઈ દિગ્ગજ નેતાઓએ ટીમ ઈન્ડિયાને પાઠવી શુભેચ્છા

બીજી તરફ સુરતમાં આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવનને અસર પહોંચી છે. ત્યાં જ આજે વહેલી સવારથી દોધમાર વરસાદ વરસવાના કારણે ગાર્ડનમાં કસરત કરવા જતા લોકો અને કામ ધંધે જતા લોકો વરસાદના કારણે અટવાયા હતા.