November 24, 2024

શરીર પર સફેદ ડાઘ દેખાવા લાગે તો આ વસ્તુ ખાવાનું બંધ કરો

Food Avoid In Vitiligo: ત્વચા પર સફેદ ડાઘ નિકળ્યા હોય તો અમે આજે જે ખાવા-પીવાની વસ્તુઓ જણાવીશું તે ખાવાનું તમારે ટાળવું જોઈએ. જો તેની સારવાર ના કરવામાં આવે તો તે વધારે ફેલાય છે. આ સફેદ દાગને પાંડુરોગ પણ કહેવામાં આવે છે. આવો જાણીએ શું રાખવું પડશે ખાવા-પિવામાં ધ્યાન.

તળેલી ખાદ્ય વસ્તુઓ
જો તમને સફેદ ડાઘની સમસ્યા થઈ છો તો તમારે તળેલી તમામ ખાણી-પીણીને દુર કરવી જોઈએ. જેમાં બ્રેડ, બિસ્કિટ અને બેકરીથી બનતી તમામ ચિઝને ખાવાની ટાળવી જોઈએ. આ સાથે તમારે ચોકલેટ અને સોડા અને કેક જેવી ખાદ્ય વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ.

આ પણ વાંચો: બાફેલા ચણા આ ગંભીર રોગને તમારાથી રાખશે દૂર

પાંડુરોગમાં આ વસ્તુઓથી બચો
મસાલેદાર ખોરાક ,દારૂ, વિપરીત ખોરાક, અથાણું, દાડમ, બટાકા અને કંદ , દૂધ, દહીં, ચીઝ , ગોળ,ઠંડા ખોરાક ટામેટા, ખાટી વસ્તુઓ, કોફી,લોટ, દાળ, ચણા અને વટાણા ના ખાવા જોઈએ. આ સાથે તમારા માંસ અને માછલીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. અમે તમને આજે જે માહિતી આપી છે તેની સાથે તમે પાંડુરોગની દવાઓ પણ લો છો તો તમને ઝડપથી રાહત મળી જશે. આ સાથે તમારે દહીં ખાવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે દહીં સ્વભાવે ગરમ હોય છે અને તે પચવામાં વાર લાગે છે. પચવામાં વાર લાગે છે તેના કારણે તમને પાંડુરોગની સમસ્યા વધી શકે છે.