November 5, 2024

T20 World Cup 2024: સેમિફાઇનલ મેચ પહેલાં અફઘાનિસ્તાનની ટીમને મોટો ફટકો

Rahmanullah Gurbaz Afghanistan Cricket Team: અફઘાનિસ્તાનની ટીમનું T20 વર્લ્ડ કપ 2024માં ખુબ સારૂં પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સેમીફાઈનલની મેચ પહેલા ટીમનો એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયો છે.

રહેમાનુલ્લા ગુરબાઝ ઈજાગ્રસ્ત થયો
અફઘાનિસ્તાનની ટીમ ભારતીય સમય અનુસાર 27 જૂને સાંજે 8 વાગ્યે મેચ રમશે. જેમાં અફઘાનિસ્તાનની ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. સેમીફાઈનલ મેચ પહેલા અફઘાન ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ ઈજાગ્રસ્ત છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશનો બેટ્સમેન લિટન દાસ આ ઓવરનો છેલ્લો બોલ કાપવા માંગતો હતો, તે સમયે તે ચૂકી ગયો અને બોલ વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને વાગ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024: આ ખેલાડી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં નહીં દેખાય!

વિકેટકીપિંગની જવાબદારી સંભાળી
વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને બોલ વાગે છે અને તેને દુખાવો થવા લાગે છે. જે બાદ તે જમીન પર સૂઈ જાય છે. ફિઝિયો તરત જ મેદાન પર જતો જોવા મળે છે. તે તેના ઘૂંટણ પર સ્પ્રે લગાવે છે. આવું કરવા છતાં ગુરબાઝને દર્દ ઓછું થાતું નથી. છેવટે તે થાકીને મેદાનમાંથી બહાર જતો રહે છે. ત્યારબાદ ઈશાક સમગ્ર મેચ દરમિયાન અફઘાન ટીમ માટે વિકેટકીપિંગની જવાબદારી સંભાળે છે. રહેમાનુલ્લા ગુરબાઝની ઈજા અફઘાન ટીમ માટે ખુબ આઘાત થી કમ નથી. તેણે ટીમ માટે શાનદાર રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે વર્તમાન T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 ઇનિંગ્સમાં કુલ 281 રન બનાવ્યા છે. જો તેને વધારે ઈજા થઈ જાય છે તો તનું સેમીફાઈનલમાં રમવું મુશ્કેલ સાબિત થઈ જશે.