લોકસભામાં જોવા મળ્યા ભાષાકીય રંગો, PM સહિત અન્ય સાંસદોએ લીધા વિવિધ ભાષાઓમાં શપથ
Lok Sabha Proceedings: 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થતાં જ ગૃહમાં ભાષાકીય વિવિધતા જોવા મળી હતી. હકીકતમાં, નવા ચૂંટાયેલા સાંસદોએ સંસ્કૃત, હિન્દી, ડોગરી, બંગાળી, આસામી અને ઉડિયા અને અંગ્રેજી ભાષાઓમાં શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે હિન્દીમાં શપથ લીધા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી, ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શહેરી વિકાસ પ્રધાન મનોહર લાલ ખટ્ટરે હિન્દી ભાષામાં શપથ લીધા હતા.
PM Modi takes oath as MP in parliament.. pic.twitter.com/cqjaosEAgq
— Mr Sinha (@MrSinha_) June 24, 2024
ધર્મેન્દ્ર પ્રધાને ઓડિયામાં શપથ લીધા, સુરેશ ગોપીએ મલયાલમમાં શપથ લીધા.
ઓડિશાના સંબલપુરના સાંસદ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉડિયા ભાષામાં શપથ લીધા. ધર્મેન્દ્ર પ્રધાને શપથ લેવાનું શરૂ કર્યું કે તરત જ વિપક્ષી સાંસદોએ ‘NEET-NEET’ના નારા લગાવ્યા. તમને જણાવી દઈએ કે NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. કેરળમાંથી ચૂંટાયેલા પ્રથમ બીજેપી સાંસદ સુરેશ ગોપીએ પણ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મલયાલમ ભાષામાં શપથ લેતા પહેલા તેમણે ભગવાનને યાદ કરતા ‘કૃષ્ણ ગુરુવાયુરપ્પા’ કહ્યું. તમને જણાવી દઈએ કે સુરેશ ગોપી પર્યટન અને પેટ્રોલિયમ રાજ્ય મંત્રી છે. તેઓ કેરળના થ્રિસુર બેઠક પરથી જીત્યા હતા.
કયા સાંસદે કઈ ભાષામાં શપથ લીધા?
- પાવર અને રિન્યુએબલ એનર્જી રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે સંસ્કૃત ભાષામાં શપથ લીધા. નાઈક ઉત્તર ગોવા બેઠક પરથી છઠ્ઠી વખત જીત્યા હતા.
- કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજુમદારે બંગાળી ભાષામાં શપથ લીધા.
- પુણેના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે મરાઠી ભાષામાં શપથ લીધા.
- જમ્મુ-કાશ્મીરની ઉધમપુર લોકસભા સીટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ડોગરી ભાષામાં શપથ લીધા.
- કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આસામી ભાષામાં અને કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ તેલુગુ ભાષામાં શપથ લીધા.
- કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી અને પ્રહલાદ જોશીએ કન્નડ ભાષામાં શપથ લીધા.
- કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ તેલુગુ ભાષામાં શપથ લીધા.