November 26, 2024

IND vs AUS: ટીમ ઇન્ડિયાનું સેમિફાઇનલમાં જવાનું નિશ્ચિત!

India vs Australia T20 World Cup 2024: રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી સારૂં પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે સેમીફાઈનલમાં ભારતીય ટીમનું સ્થાન લગભગ નિશ્ચિત જોવા મળી રહ્યું છે. પરંતુ જ્યાં સુધી જીત ના મળે ત્યાં સુધી અગાઉ ભારતની જીત સાબિત કરી શકાય નહી. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતીય ટીમ આ મામલે વિરોધી ટીમ કરતા આગળ છે.

શાનદાર મેચ રમાશે
ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે અસલી પડકાર એ ઓસ્ટ્રેલિયાની ટીમ છે. આજના દિવસે બંને ટીમ આમને-સામને આવશે ત્યારે દુનિયાના તમામ ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર રહેશે. હા એ વાત ચોક્કસ છે કે ગ્રુપ Aમાંથી સેમીફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. આમ છતાં શું થશે તે કેવું મુશ્કેલ છે. કારણ કે આ વખતની સિઝનમાં ઘણા અપસેટ જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 8 વર્ષ પછી આજે આમને-સામને આવશે.

આ પણ વાંચો: IND vs AUS Weather: ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ પડશે?

ટીમ ઈન્ડિયાનો દબદબો
ટી20 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ વર્ષ 2007માં હતી. વર્ષ 2010 અને 2012માં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને આવ્યા હતા. આ સમયે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વર્ષ 2014માં ભારતીય ટીમે વાપસી કરી હતી. આ સમયે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 73 રને હરાવ્યું હતું. 2016માં જ્યારે આ બંને ટીમો ફરી આમને સામને આવી હતી. આ સમયે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. આ બાદ આજે ફરી આ બંને ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે.