January 16, 2025

Indian Navy Jobs: ધોરણ 10 પાસ માટે ભારતીય નેવીમાં નોકરીની સુવર્ણ તક

Indian Navy Jobs 2024: ભારતીય નૌકાદળે એમઆર (સંગીતકાર) ની જગ્યા માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે. અવિવાહિત સ્ત્રી-પુરુષો એમઆર (સંગીતકાર)ની પોસ્ટ માટે અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઇટ, joinIndiannavy.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો
MR (સંગીતકાર)ની આ પોસ્ટમાં રસ ધરાવતા ઉમેદવારો 1 જુલાઈથી ઓનલાઈન અરજી કરી શકે છે જેની છેલ્લી તારીખ 11 જુલાઈ નક્કી કરવામાં આવી છે.

વયમર્યાદા
આ પદ માટે લાયક ઉમેદવારોનો જન્મ 01 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે હોવો જોઈએ.

પગાર પેકેજ
પસંદ કરાયેલા અગ્નિવીરોને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ સાથે દર મહિને રૂ. 30,000નું પેકેજ આપવામાં આવશે.

યોગ્યતાના માપદંડ
પાત્ર ઉમેદવારે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અન્ય માહિતી માટે તમે નીચે આપેલ સત્તાવાર સૂચના જોઈ શકો છો.

કેવી રીતે અરજી કરવી
ઓફિશિયલ વેબસાઈટ join Indiannavy.gov.in પર જવું.
હોમપેજ પર ભારતીય નૌસેના અગ્નિવીર ભરતી 2024ની લિંક પર ક્લિક કરવું.
તેના પછી એમઆર (મ્યૂઝિશિયન) અરજી લિંક પર ક્લિક કરો.
સ્ક્રિન પર એક નવું પેઝ ખુલી જશે.
તમારૂ રજિસ્ટ્રેશન ફોર્મ ભરો.
અરજીની ફિસ ભરો.
તમામ જરૂરી ડોક્યૂમેન્ટ અપલોડ કરો.
ફોર્મ સબમિટ કરો.
ભવિષ્ય માટે પ્રિંટ લઈ લો.

ભારતીય નેવી એમઆર (મ્યૂઝિશિયન) ભરતી 2024 સાથે જોડાયેલી અન્ય જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ join Indiannavy.gov.in ની વિઝિટ કરો.