July 2, 2024

નેપાળના ખેલાડી સાથે ગેરવર્તન બાંગ્લાદેશના ખેલાડીને ભારે પડ્યું

T20 World Cup: બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તન્ઝીમ હસન શાકિબને 16 જૂને કિંગસ્ટાઉનમાં બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચેની મેચ બાદ હવે દંડ ફટકારવામાં આવ્યો છે. ખરેખરમાં નેપાળના કેપ્ટન રોહિત પૌડેલ સાથે તેની દલીલ થઈ હતી, જે પછી હવે તેને આઇસીસી આચાર સંહિતાના લેવલ 1નો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 15% દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના નેપાળની ઇનિંગની ત્રીજી ઓવર પૂરી થયા બાદ બની હતી. જ્યારે તનઝીમ બોલ ફેંક્યા પછી આક્રમક રીતે નેપાળના બેટ્સમેન રોહિત પૌડેલ તરફ ગયો અને તેની સાથે અયોગ્ય શારીરિક સંપર્ક કર્યો હતો.

બંને ખેલાડીઓ વચ્ચે થોડી દલીલ થઈ હતી અને તે પછી હાથના કેટલાક ઈશારા પણ કરવામાં આવ્યા હતા. જેમાં મેદાન પરના અમ્પાયર સેમ નોગાજસ્કીએ બંનેને અલગ કરવા પડ્યા હતા. આ ઘટના બાદ અમ્પાયરો બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા. તનઝીમે ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ સ્ટાફ માટેની આઈસીસી કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.12નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડી, ખેલાડી સહાયક કર્મચારીઓ, એમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈપણ વ્યક્તિ (પ્રેક્ષક સહિત) પ્રત્યે શારીરિક સંપર્કથી સંબંધિત છે.

આ પણ વાંચો: સુપર-8 મુકાબલા પહેલા ભારતને મોટો ઝટકો, પ્રેક્ટિસ મેચ દરમિયાન દિગ્ગજ ખેલાડી ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશી ખેલાડીને એક ડીમેરિટ પોઈન્ટ મળ્યો હતો
તનઝીમ હસન સાકિબના શિસ્તના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. 24 મહિનામાં તેનો આ પહેલો ગુનો હતો. જ્યારે કોઈ ખેલાડી 24-મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ્સ સુધી પહોંચે છે, ત્યારે તે સસ્પેન્શન પોઈન્ટ્સમાં ફેરવાઈ જાય છે અને ખેલાડીને એક ટેસ્ટ અથવા બે વન-ડે અથવા બે ટી-20માંથી ખેલાડીને બેન કરે છે.

બે સસ્પેન્શન પોઈન્ટ્સ ખેલાડીને એક ટેસ્ટ અથવા બે ODI અથવા બે T20Iમાંથી પ્રતિબંધિત કરે છે, જે ખેલાડી પહેલા રમે છે તેની કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર નથી હોતી. કારણ કે મેચ રેફરી રિચી રિચર્ડસન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી. ઓન-ફિલ્ડ અમ્પાયર અહેસાન રઝા અને નોગાજસ્કી સાથે થર્ડ અમ્પાયર જયરામન મદનગોપાલ અને ચોથા અમ્પાયર કુમાર ધર્મસેનાએ ખેલાડી વિરુદ્ધ આરોપો લગાવ્યા હતા.