January 15, 2025

ગુજરાતના આ સ્થળો ચોમાસામાં ફરવા માટે છે બેસ્ટ

Gujarat Travel Destination: ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ચોમાસું આવતાની સાથે લોકોને ફરવા જવાનું બંધ થતું હોય છે. ત્યારે આજે અમે તમને ગુજરાતના એવા સ્થળોની માહિતી લઈને આવ્યા છીએ કે તે જગ્યા પર તમે ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે.

તારંગા
તમને ચોમાસા દરમિયાન ફરવા જવું છે તો ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી આ ટેકરી તારંગાની તમે મુલાકાત લઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ પર્વતમાળાનો ભાગ છે. અમદાવાદથી 140 કિમી દૂર આવેલું તારંગામાં જૈન મંદિર આવેલા છે. જેના કારણે જૈન મંદિર માટે પણ આ તારંગા ઓળખાય છે. ચોમાસા દરમિયાન અહિંયાનું વાતાવરણ મજા પડી જાય તેવું છે. તમને મુલાકાત લઈ શકો છો.

ચાંપાનેર
ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું ઐતિહાસિક સ્થળ છે. જો તમે ચોમાસા દરમિયાન ગુજરાતમાં સારા સ્થળની શોધમાં છો તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. તમને જણાવી દઈએ કે આ સ્થળ યાત્રાધામ પાવાગઢથી ખુબ નજીક છે. આજૂબાજૂમાં ચોમાસા દરમિયાન અહિંયા હરિયાળી ખુબ જોવા મળે છે. અહીં જાંબુઘોડા અભ્યારણ્ય ખુબ નજીક પડે છે.

ડોન હિલ સ્ટેશન
ગુજરાતમાં હિલ સ્ટેશનની વાત આવો તો સાપુતારાનું નામ પહેલા આવે છે. પરંતુ ઘણા લોકોને ડોન હિલ સ્ટેશન વિશે માહિતી નહીં હોય. આ સ્થળ પણ સ્વર્ગથી કોઈ કમ નથી. આ સ્થળ અમદાવાદથી 400 કિમીના અંતરે આવેલું છે. અહિંયાનું વાતાવરણ ચોમાસામાં સ્વર્ગથી ઓછું લાગતું નથી. ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. સાપુતારાથી પણ ખુબ નજીક લગભગ 17 કિમી જ દૂર છે.

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે ભીંડાનો આ રીતે કરો ઉપયોગ

ધરમપુર
ધરમપુર દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવેલું છે. અહિંયાનું કુદરતી સૌંદર્ય તમને પાગલ ચોક્કસ કરી દેશે. ધરમપુરમાં જ વિલ્સન હિલ્સ આવેલું છે. ચોમાસામાં કુદરતનો અદભૂત નજારો આ સ્થળ પર જોવા મળે છે. અહિંયા લોકો રાજાનો મહેલ, બજોડીયા-માવલી ધોધ હુમાળ શિવમંદિરની મુલાકાત લેવા પણ આવે છે.