November 25, 2024

વર્લ્ડ ચેમ્પિયન બનશે તે ટીમને મળશે અધધધ… રકમ; જાણો તમામ માહિતી

T20 World Cup Prize Money: ICC T20 વર્લ્ડ કપ 2024 ની શરૂઆત 2 તારીખથી થવાની છે. જેમાં 20 ટીમ ભાગ લેવાની છે. આ ટીમોને 4 ગ્રુપમાં વહેચી દેવામાં આવી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે વર્લ્ડ કપ જીતનાર ટીમને ઇનામ તરીકે કેટલા રૂપિયા મળશે.

ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી
ICC T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવાનો છે. જેમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે. આ ટીમને 5-5ના ચાર ગ્રૂપમાંવ વહેંચી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને રમશે. હાલ ભારતીય ટીમના ખેલાડીઓએ પ્રેક્ટિસની શરૂઆત કરી દીધી છે. ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડની અને ઓસ્ટ્રેલિયા સાથે યજમાન વેસ્ટ ઈન્ડિઝ પણ ખિતાબના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. જે ટીમ જીતશે તેને માત્ર ટ્રોફી નહીં પરંતુ કરોડો રુપિયાની રકમ પણ મળશે.

આ પણ વાંચો: T20 World cup: વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવા રવાના

અમીર બની જશે
તમને જણાવી દઈએ કે ICCએ હજુ સુધી વિજેતા ટીમને આપવામાં આવનાર ઈનામની રકમની જાહેરાત કરી નથી. દરેક સુપર 8 ગ્રુપની ટોચની બે ટીમો વચ્ચે સેમિફાઇનલ રમાશે. જેમાંથી વિજેતા 29 જૂને બાર્બાડોસમાં ફાઇનલમાં એકબીજા સાથે ટકરાશે. જો ગયા વર્ષને ધ્યાનમાં રાખીને આ વખતે પણ ઈનામ આપવામાં આવશે તો ત્રીજા અને ચોથા સ્થાને રમનારી ટીમ પણ અમીર બની જશે.

રકમ આપવામાં આવી
2022માં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં 5.6 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવી હતી. જેની ભારતીય ચલણમાં તેની કિંમત રૂપિયા 46.6 કરોડ થાય છે. ગયા વર્ષમાં ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની ટીમને હરાવીને ટીમ ઈંગ્લેન્ડ જીતી ગઈ હતી. હારનાર ટીમ પાકિસ્તાનને પણ 6.44 કરોડ રૂપિયા મળ્યા હતા. ગઈ સિઝનમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. ટોપ 4માં સ્થાન મેળવનારી ટીમને પણ ઈનામ રુપે રકમ આપવામાં આવે છે. જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમને 4માં સ્થાન મળ્યું હતું. . બંને ટીમોને સમાન રકમ 3.25 કરોડ આપવામાં આવી હતી. ગઈ સિઝનમાં ટોપ 8માં પહોંચેલી ટીમોને ઈનામી રકમ ખુબ સારી આપવામાં આવી છે.