December 21, 2024

હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય?

Heat Stroke: દેશના તમામ વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. દેશના મોટા ભાગના ભાગોમાં તાપમાન 47 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. ત્યારે આવા આકરા ઉનાળામાં પોતાનું ધ્યાન કેવી રાખવું અને હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય આવો જાણીએ.

શરૂઆત થઈ જશે
ગરમી વધવાના કારણે માણસના શરીરમાં ઘણા પ્રકારની હલચલ વધી જાય છે. તાપમાન વધવાના કારણે શરીરની રક્તવાહિનીઓ વિસ્તરવા લાગે છે જેના કારણે લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. જેથી હૃદયને વધારે મહેનત કરવી પડે છે. હૃદયને વધારે મહેનત પડવાના કારણે ઓક્સિજન શરીર સુધી યોગ્ય રીતે પહોંચતું નથી. ગરમીના સમયમાં તમને વધુ પરસેવો આવે છે તેનું કારણ એ છે કે શરીરમાં સોડિયમ અને પોટેશિયમની ઉણપ થાય છે જેના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ ઘટી જાય છે. જે બાદ ઘણા રોગ થવાની શરૂઆત થઈ જશે. WHOના ડેટા પ્રમાણે 1998 થી 2017 વચ્ચે ગરમીને કારણે 1.66 લાખ લોકોના મોત થયા હતા. જે આંકડા પરથી એવું કહી શકાય કે આપણે ગરમીને સામાન્ય લેવી જોઈએ નહીં. ઉનાળામાં ઘણી એવી બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. WHOની માર્ગદર્શિકામાં હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય તે જણાવવામાં આવ્યું છે. જે આજે અમે તમને જણાવીશું.

બચાવવાની રીત
આ ગરમીમાં સૌથી વધારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો. પરંતુ તેની સામે ચા અને કોફીનું સેવન ઓછું રાખવું પણ જરૂરી છે. ઉનાળામાં બને ત્યાં સુધી તમારે સુતરાઉ કપડાં પહેરવા. જો વધારે પડતી ગરમી છે તો ટોપી અને સનગ્લાસ પહેરો. જો તમારા સતત તડકામાં રહેવાનું થાય છે તો માથાની આસપાસ રુમાલ લેપેટીને રાખો. ઉનાળામાં હુંફાળા પાણીથી નાવું. કામ વગર બહાર ના નિકળો. કસરત સાંજે અને વહેલી સવારે રાખો. બને ત્યાં સુધી ઓછો ખોરાક લો. લીલા શાકભાજી વધારે ખાવાનું રાખો.

આ પણ વાંચો: દુનિયાની 5 સુંદર જગ્યાઓને પ્રવાસીઓ કરી રહ્યા છે બરબાદ

હીટ સ્ટ્રોક એટલે શું?
હીટ સ્ટ્રોક એટલે દેશી ભાષામાં કહીએ તો લૂ લાગવી. લૂ લાગવાના લક્ષણની વાત કરવામાં આવે તો માથામા દુખાવો, પરસેવો ન થવો, ચામડી લાલ સુકી અને ગરમ થવી, ઉલટી થવી, અશક્તિ અનુભવવી, આંખો લાલ થવી, ઝાડા થવા આ પ્રકારના તેના લક્ષણ છે. જો તમને પણ આવું થાય છે તો તમને પણ હીટ સ્ટ્રોકની અસર હોય શકે છે.