November 24, 2024

છેલ્લા એક મહિનામાં ગરમીના કુલ 2360 કેસ સરકારી ચોપડે નોંધાયા

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં આ વખતે ઉનાળો ભારે આકરો જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન રાજ્યમાંથી અગ્નિવર્ષા થતા લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર જોવા મળી રહી છે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો આંખ 43 ડિગ્રીને પાર થતા હીટ વેવ અને હીટ સ્ટ્રોકની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જેમાં ગઈકાલે રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર આવી જતા સમગ્ર રાજ્યમાંથી હિટ વેવના કુલ 105 કેસો નોંધાયા હતા.

રાજ્યમાં દિન પ્રતિ દિન ગરમીનો પારો વધી રહ્યો રહ્યો છે ત્યારે ગરમીના કારણે હિટ વેવ અને હિટ સ્ટ્રોકના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં 17 એપ્રિલ બાદ ગરમીના 50 જેટલા કેસો વધ્યા છે, જ્યારે 16મે બાદ રાજ્યમાં ગરમીના 80 જેટલા કેશો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે, 1 માર્ચથી લઈને 20મે સુધીમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના કુલ 72 કેસો સામે આવ્યા છે. 16 એપ્રિલ થી લઈને 20 મે સુધી રાજ્યમાં હીટ વેવ સહિત વધતી જતી ગરમીના કેસોની સંખ્યા 2360 જોવા મળ્યા છે, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતા જ ગરમીના કેસોમાં વધારો જોવા મળ્યો છે જેમાં ડી હાઇડ્રેશન, ચક્કર આવવા ,માથું દુખાવો, બ્લડ પ્રેશર, વોમિટિંગ ,જેવી ફરિયાદો સાથે દર્દીઓ જોવા મળ્યા છે.

ગરમી સંબધી દર્દીઓ ની સંખ્યા

17 એપ્રિલ થી 18 મેં સુધીમાં ગરમીના દર્દીઓ ની સંખ્યા

  • અમદાવાદમાં 424 કેસો
  • અમરેલી 42 કેસો
  • આણંદ 29 કેસો
  • અરવવલી 34 કેસો
  • બનાસકાંઠા 33 કેસો
  • ભરૂચ 33 કેસો
  • ભાવનગર 28 કેસો
  • બોટાદ 7 કેસો
  • છોટા ઉદેપુર 157 કેસો
  • દાહોદ 59 કેસો
  • દ્રારકા 25 કેસો
  • ગાંધીનગર  34 કેસો
  • ગીર સોમનાથ 23 કેસો
  • જામનગર 46 કેસો
  • જૂનાગઢ  77 કેસો
  • કચ્છ 48 કેસો
  • ખેડા 36 કેસો
  • મહેસાણા 21 કેસો
  • મહીસાગર 52 કેસો
  • મોરબી 22 કેસો
  • નર્મદા 46 કેસો
  • નવસારી 111 કેસો
  • પચમહાલ 32 કેસો
  • પાટણ 24 કેસો
  • પોરબંદર 22 કેસો
  • રાજકોટ 85 કેસો
  • સાબરકાંઠા 30 કેસો
  • સુરત 236 કેસો
  • સુરેન્દ્રનગર 17કેસો
  • તાપી 102 કેસો
  • ડાંગ 46 કેસો
  • બરોડા 125 કેસો
  • વલસાડ 107 કેસો

રાજ્યમાં કુલ 2255 કેસો ગરમીના જોવા મળ્યા છે

રાજ્યમાં બદલાતા વાતાવરણને કારણે ગરમી સંબંધી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમીથી બચવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે એડવાઝરી જાહેર કરી હતી, જેમાં શ્રમિકોને બપોરના સમયે કામકાજ બંધ રાખીને છાયડામાં બેસવાની સૂચના આપી છે, આ ઉપરાંત 60 થી 70 લાખ જેટલા ORSના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. લોકોને બપોર થી સાંજ સુધી ગરમીમાં ઘરની બહાર જવાનું ટાળવું, જે લોકો ફીલ્ડ વર્ક કરી રહ્યા છે. તેવા નોકરિયાત વર્ગે ORS, લીંબુ પાણી સહિત 3 થી 4 લિટર પાણી પીવું જેથી ગરમીથી બચી શકાય.