December 26, 2024

આજે SRH અને PBKS વચ્ચે મહામુકાબલો

IPL 2024: આજે આઈપીએલ 2024ની સિઝનની 69મી મેચ છે. આ મેચનું આયોજન હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સ સામેની તેમની અગાઉની મેચ રદ થવાને કારણે IPL 2024 પ્લેઓફમાં તેમનું સ્થાન નક્કી કર્યું હતું. આ બાજૂ પંજાબ કિંગ્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આવો જાણીએ પિચ રિપોર્ટ.

સ્ટેડિયમનો પીચ રિપોર્ટ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો આ મેદાનમાં IPL 2024ની સમગ્ર સિઝન દરમિયાન બેટિંગ ખુબ શાનદાર જોવા મળી હતી. વર્તમાન સિઝનમાં, આ સ્થળ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 203 છે. આજની મેચમાં ઉચ્ચ સ્કોરિંગ થઈ શકે છે. હૈદરાબાદ સામે રમાનારી આજની મેચમાં પંજાબ કિંગ્સને નવો કેપ્ટન મળશે. કારણ કે શિખર ઘવન ઈજાગ્રસ્ત છે. તમને જણાવી દઈએ કે સેમ કુરેને રાજસ્થાન રોયલ્સ સામેની તેની છેલ્લી મેચમાં શાનદાર ઓલરાઉન્ડ રમત દર્શાવી હતી.

આ પણ વાંચો: RCBની પ્લેઓફમાં એન્ટ્રીથી ચાહકોમાં અણધારી ખુશી, વીડિયો વાયરલ

IPL 2024 માટે બંને ટીમોની ટીમ

સનરાઇઝર્સ હૈદરાબાદઃ નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, ટ્રેવિસ હેડ, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, જાથાવેદ સુબ્રમણ્યન, પેટ કમિન્સ (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ, માર્કો જોન્સન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક. માર્કંડેય, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક.

પંજાબ કિંગ્સઃ વિદ્વાથ કવેરપ્પા, શિવમ સિંહ, હર્ષલ પટેલ, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક. સિંઘ, તનય થિયાગરાજન, પ્રિન્સ ચૌધરી, રિલે રોસો, જીતેશ શર્મા (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, ઋષિ ધવન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, હરપ્રીત ભાટિયા.