ખાસ અંદાજમાં કરો ‘મધર્સ ડે’ની ઉજવણી, મમ્મીને મોકલો આ ખાસ મેસેજ
અમદાવાદઃ જીવનમાં માતાનું સ્થાન સર્વોચ્ચ હોય છે. મા બાળકને બોલતા શીખવાડે છે, તેને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત કહે છે. મમ્મીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. માતા ઉપરવાળાએ આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે. માતાને તેની દરેક ખૂબીઓને વધાવવા અને તેને ખાસ દરજ્જો આપવા માટે મધર્સ ડે ઉજવવાની શરૂઆત થઈ હતી.
આ દિવસની ઉજવણી 1900ની આસપાસથી થઈ હતી. અન્ના જાર્વિસની એક મહિલાએ તેની માતાની યાદમાં આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. અન્ના જાર્વિસની મા 1905માં ગુજરી ગઈ હતી અને તે ચાહતી હતી કે, દુનિયાભરમાં માતાને એક ખાસ દિવસ ગણીને માતા હોવાની શુભકામનાઓ આપવામાં આવે. મધર્સ ડે માતાના મહત્વના પાત્રને ઉજવવાનો દિવસ છે. તમે પણ મધર્સ ડેના દિવસે તમારી માતાને આ દિવસની શુભેચ્છાઓ આપવા માગો છો તો, આ ખાસ મેસેજ મોકલીને મમ્મીને પ્રેમપૂર્વક ધન્યવાદ કહી શકો છો.
- માતા દરેક તકલીફની દવા છે,
આપણને તકલીફમાં જોઈને એક પગે ઉભી રહે છે મમ્મી,
મધર્સ ડે 2024ની શુભકામનાઓ…! - તપેલી શરીર પર ભીનો રૂમાલ મૂકે છે મા,
કેટલી નિસ્વાર્થ રીતે મારું ધ્યાન રાખે છે મા,
મધર્સ ડે 2024ની શુભકામનાઓ…! - દરેક સંબંધમાં મિલાવટ જોઈ છે,
કાચા રંગથી શણગાર થયેલો જોયો છે,
પરંતુ વરસોવરસથી જોતો આવ્યો છું માને,
તેના મોઢા પર ક્યારેય થાક નથી જોયો,
ના મમતામાં મિલાવટ જોઈ છે. - જે ઘરમાં માની કદર નથી થતી,
તે ઘરમાં ક્યારેય બરકત નથી હોતી. - કોઈ પુછે કે મા એટલે શુ
તો કહી દેવાનુ દોસ્તો
જેને તમારા કરતા પણ
વધુ તમારી ચિંતા હોય
એનુ નામ જ ‘મા’ - તબિયત તો બધા પૂછી લે છે પણ આપણો ખ્યાલ તો ફક્ત માતા જ રાખે છે.
માતા જવાબદારી લેતાં કદી ડરતી નથી, તે કોઈપણ પડકારનો સામનો કરે છે.
વિશ્વની તમામ માતાને મધર્સ ડેની શુભેચ્છાઓ. - દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે,
દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે,
જેની સામે પડકાર પણ નમી જાય છે,
તે બીજું કોઈ નહીં પણ માતા હોય છે. - મેં કદી ભગવાન જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી માતા જેવા જ હશે.
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.