December 18, 2024

નિલેશ કુંભાણીનો ઘટસ્ફોટ: કોંગ્રેસની સાથે બદલો લેવા માટે આ કાવતરું કર્યુ

અમિત રૂપાપરા, સુરત : સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાનું ફોર્મ નાટકીય રીતે રદ કરાવ્યા બાદ પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેઓ એકાએક જ ચૂંટણી પછી મીડિયા સમક્ષ હાજર થયા હતા અને કોંગ્રેસની સાથે બદલો લેવા માટે આ સમગ્ર કાવતરું તેમને કર્યુ હોવાનો પણ સ્વીકાર મીડિયા સમક્ષ કર્યો હતો.

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાનું ચૂંટણી ફોર્મ પોતાના જ સંબંધીઓ સાથે મળીને રદ કરાવવાનું આખું ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્ર કોંગ્રેસ સાથે બદલો લેવા માટે રાખ્યો 2017માં કોંગ્રેસે નિલેશ કુંભાણીની ટિકિટ કાપી હતી. નિલેશ કુંભાણીએ સીધો આરોપ કોંગ્રેસ પર મૂક્યો હતો કે, પાર્ટીને પૈસા આપ્યા હોવા છતાં પણ પહેલા મને ટિકિટ આપી અને ત્યારબાદ બીજાએ વધારે પૈસા આપતા મારું નામ કાપીને પાર્ટીએ મારી સાથે ગદ્દારી કરી. એટલા માટે જ મેં નિર્ણય કર્યો હતો કે હું પણ પાર્ટી સાથે ગદ્દારી કરીશ અને 2024માં જ્યારે મને ટિકિટ આપવામાં આવી ત્યારે મારા ટેકેદારોએ આ સમગ્ર ખેલ કર્યો હોવાની કબુલાત નિલેશ કુંભાણીએ મીડિયા સમક્ષ કરી.

સુરતના 19 લાખ મતદારો સાથે ગદ્દારી શા માટે કરી તેવું પૂછતા નિલેશ કુંભાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, મેં ગદ્દારી નથી કરી કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન સાથ ન આપ્યો. પરેશ ધાનાણી જ્યારે સુરતમાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના એક પણ મોટા આગેવાન તેમની સાથે સ્ટેજ પર ન હતા અને મારી સાથે કોઈ પણ પ્રચારમાં પણ આવતું ન હતું માત્ર મતદારો જ મારી સાથે હતા કોંગ્રેસના એક પણ નેતાઓ મારી સાથે પ્રચાર દરમિયાન પણ સાથ આપતા ન હતા અને એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું.

નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, હું મારું ફોર્મ રદ થયા પછી અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે જતો હતો પરંતુ અડધે રસ્તે પહોંચતા જ મને જાણવા મળ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મારા ઘરે વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મેં નક્કી કરી લીધું કે હવે મારે કોંગ્રેસની સાથે રહેવું નથી અને એટલા માટે હું કોંગ્રેસની સાથે ન રહ્યો હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી રહેતો હતો.

ભાજપના નેતાઓના સંપર્કની વાત જ્યારે મીડિયાએ પૂછી ત્યારે નિલેશ કુંભાણી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે, કોઈ પણ ભાજપનો નેતા મારા સંપર્કમાં નથી અને હું આગામી રણનીતિ મારા સમર્થકો સાથે મળીને કરીશ કે સામાજિક કાર્યમાં રહેવું કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવું. સુરતના 19 લાખ મતદારો સાથે ગદ્દારી કર્યાનું જરા પણ દુઃખ નિલેશ કુંભાણીના ચહેરા પર દેખાઈ રહ્યું ન હતું જાણે તેમને કોંગ્રેસ સાથે બદલો લઈને મોટી જંગ જીતી હોય તે પ્રકારનો એટીટ્યુડ નિલેશ કુંભાણીના વર્તનમાં દેખાઈ રહ્યો હતો.

મીડિયા ટેકેદારોના અપહરણની વાત નિલેશ કુંભારણીને પૂછી ત્યારે નિલેશ કુંભાણીએ જણાવ્યું કે મારા ટેકેદારોનું અપહરણ થયું ન હતું. માત્ર તેઓ મારાથી સંપર્ક વિહોણા થયા હતા અને ત્યારબાદ ટેકેદાર હોય જ મને જણાવ્યું કે અમે અમારી રીતે સેફ જગ્યા પર ચાલ્યા ગયા હતા.

કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને લઈને જે ચીમકી ઉચ્ચારી હતી તેને લઈને નિલેશ કુંભાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, કોઈ માઈનો લાલ પેદા નથી થયો કે તે મારી શકે. એકે તારો બાબતે તેને જણાવ્યું કે ટેકેદારો પણ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હતા. પરંતુ કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી એટલા માટે મેં અને મારા ટેકેદારોએ સાથે મળીને આ કર્યું.