December 27, 2024

વડોદરામાં BJPના કાઉન્સિલરની અઢી તોલાની સોનાની ચેઈન તોડી બાઇકસવાર ફરાર

વડોદરા: વડોદરામાં વિવિધ વિસ્તારમાં ચેઈન સ્નેચરનો આતંક વધી ગયો હોય તેમ વારંવાર ચેઈન સ્નેચિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન હવે ચેઈન સ્નેચિંગમાં સામાન્ય નાગરિકની સાથે કાઉન્સિલર પણ ભોગ બન્યા છે. વોર્ડ નંબર ત્રણ બીજેપીના ડોક્ટર રાજેશ શાહ ચેઈન સ્નેચિંગનો ભોગ બન્યા છે.

વડોદરામાં ચેઈન સ્નેચરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ શહેરમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. હવે શહેરના સામાન્ય નાગરીકો તો ઠીક BJPના કાઉન્સિલર પણ આ ચેઈન સ્નેચરોનો ભોગ બની રહ્યા છે. વડોદરામાં વોર્ડ નંબર ત્રણ બીજેપીના ડોક્ટર રાજેશ શાહ ભોગ બન્યા છે. બાલ ભવન નજીક બાઈક સવારોએ ડોક્ટર રાજેશ શાહની અઢી તોલાની ચેઇન ગળામાંથી છીનવી ફરાર થઇ ગયા હતા.

આરોપીઓ ચેઈન સ્નેચીગ કરી ફરાર થતી વખતે CCTVમાં કેદ થયા હતા. આ આખી ઘટનામાં બાઈક સવારોએ ડોક્ટર રાજેશ શાહની અઢી તોલાની ચેઇન ગળામાંથી છીનવી ફરાર થઇ રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાર જગ્યાએ અછોડા તોડ્યાની ઘટના સામે આવી છે. ત્યાં જ પોલીસે ત્રણ શકમંદોની આ મામલે અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.