January 3, 2025

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

ઉત્તર ગુજરાત: રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન હવે પુર્ણ થવા આવ્યું છે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ઉત્તર ગુજરાત મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. એક બાજૂ વાતાવરણમાં ઠંડક થઈ છે. તો બીજી બાજૂ વાતાવરણમાં ઠંડક થતા લોકો મતદાન દેવા જશે જે મતદાતાઓ ગરમીના કારણે મતદાન દેવા ગયા નથી.

આ પણ વાંચો: બાયડના આ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર, નથી પડ્યો એક પણ મત

આ વિસ્તારમાં વરસાદ
ઇડરના ભુતિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે વડાલીના જેતપુર, વડગામડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજ સવારથી વાતાવરણમાં ગરમીના પ્રમાણમાં વધારો જ હતો. અરવલ્લીના આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઈસરોલ, મરડીયા સહિત પંથકમાં વરસાદ પડ્તા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ખેડૂતો મુંજવણમાં મુકાયા
અચાનક કમોસમી વરસાદ પડતાની સાથે ખેડૂતોના પાકને નુકશાન થશે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોનો તૈયાર માલ પલડી જશે, તો આખી સિઝનની મહેનત માથે પડશે. બાજરી, તડબૂચ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન. યાત્રાધામ અંબાજીમાં કમોસમી વરસાદ પડ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે મતદારોને ગરમીથી રાહત મળી છે. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.

9 વાગ્યા સુધીમાં આટલું થયું હતું મતદાન
અમદાવાદ એસ્ટમાં 8.03%, અમદાવાદ વેસ્ટમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.28%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, ભાવનગર 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%,જામનગરમાં 8.55%, જૂનાગઢમાં 9.05 % , કચ્છ 8.79 %, ખેડા 10.20%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, પોરબંદર 7.84%, રાજકોટમાં 9.77%, સાબરકાંઠામાં 11.43%, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64%, વલસાડ 11.65%, મતદાન અત્યાર સુધીમાં થયું છે.