સરકારી શાળાઓમાં વેકેશનની જાહેરાત, કુલ 35 દિવસ રજાઓ મળશે
ગાંધીનગરઃ રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉનાળા વેકેશનની જાહેરાત કરી છે. આગામી 9મી મેથી 12મી જૂન સુધી શાળાઓમાં વેકેશન રહેશે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ તારીખ જાહેર કરતા જણાવ્યું છે કે, આગામી મે મહિનાની 9મી તારીખથી 12મી જૂન સુધી શાળાઓમાં વેકેશન રહેશે. ત્યારબાદ 13મી જૂનથી શાળાના નવા સત્રનો પ્રારંભ થશે. કુલ 35 દિવસના ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 6ઠ્ઠી મેથી 9 જૂન દરમિયાન વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે મંડળોની રજૂઆત અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેકેશનની તારીખો બદલવામાં આવી હતી. ત્યારે આ વખતે કુલ 35 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.