‘જીંદગી હંમેશા ખુશીઓ આપતી નથી, હોસ્પિટલમાં છે અભિનેત્રી સૌમ્યા ટંડન’
મુંબઈ: ટીવી સિરિયલ ‘ભાભી જી ઘર પર હૈ!’માં ‘અનીતા ભાભી’ એટલે કે ‘ગોરી મામ’નો રોલ નિભાવનારી અભિનેત્રી સૌમ્યા ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. પરંતુ થોડા દિવસોથી સૌમ્યાએ ઈન્સ્ટાગ્રામ પર આવવાનું લગભગ બંધ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પરથી તેના અચાનક ગાયબ થવાના કારણે તેના ચાહકો ખૂબ નારાજ હતા. પરંતુ તાજેતરમાં સૌમ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોથી સ્પષ્ટ છે કે ‘ગોરી મેમ’ તેના ઘરે નથી પરંતુ હોસ્પિટલમાં દાખલ છે.
સૌમ્યા ટંડને હોસ્પિટલના બેડ પરથી તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા યુઝર્સ સાથે શેર કર્યા છે. આ ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે સૌમ્યાની સારવાર ચાલી રહી છે દવા આપવા માટે તેમના હાથમાં ડ્રીપ પણ મુકવામાં આવી છે. આ સમય દરમિયાન અમે સૌમ્યાના બેડ પર એક ટેબ પણ જોઈ શકીએ છીએ. હોસ્પિટલમાં દાખલ થયા પછી, સૌમ્યા કંટાળો ન આવે તે માટે ટેબ પર કેટલીક મૂવી જોતી જોવા મળે છે. આ ફોટોઝની સાથે ‘ભાભી જી ઘર પર હૈં’ એક્ટ્રેસે પોતાના સ્વાસ્થ્યને લગતા અપડેટ્સ પણ બધા સાથે શેર કર્યા છે.
View this post on Instagram
હું જલ્દી ઘરે પાછી આવીશ
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટાની નીચે કેપ્શનમાં સૌમ્યાએ લખ્યું, “દરેક ફોટો હંમેશા સુંદર નથી હોતો અને જીવન પણ આપણને માત્ર સુખ જ આપતું નથી. પરંતુ હવે હું સ્વસ્થ થઈ રહી છું. આશા છે કે હું જલ્દી ફિટ થઈશ અને ઘરે પરત ફરીશ. તમારી શુભકામનાઓ માટે હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું.” તમને જણાવી દઈએ કે, ‘જબ વી મેટ’ અને ‘વેલકમ ટુ પંજાબ’ જેવી ફિલ્મોથી લાઈમલાઈટમાં આવેલી સૌમ્યા સારી ફિલ્મ ન મળવાને કારણે મોટા પડદાથી નાના પડદા પર આવી ગઈ હતી.