ચુંટણી સમીક્ષા અને ક્રાઈમ રેટ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્ફરન્સ યોજાઈ
મિહિર સોની, અમદાવાદ: લોકસભા ચુંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચુંટણી સમીક્ષા અને ક્રાઈમ રેટને લઈને અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જે કોન્ફરન્સમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી અને જેસીપીથી લઈને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે કહ્યું કે અમદાવાદમાં ગંભીર ગુનાઓમાં 22.3 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: મતદાન જાગૃતિ માટે AMC શાળાના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પેઇન્ટીંગ બનાવી
આજની ક્રાઈમ કોન્ફરન્સમાં ચુંટણી દરમિયાન બંદોસ્બત અને અન્ય બાબતોની સમીક્ષા અને ક્રાઇમ પ્રિવેંશન ડિટેક્શનની સમીક્ષા કરવામાં આવી છે. 9 માસ દરમ્યાન ગુનાખોરી કાબુમાં આવી છે. પોલીસએ ચાલુ વર્ષ મા 597 લોકોને પાસા કરવામાં આવી છે અને ગત વર્ષની સરખામણીએ ગુનાખોરી કાબુમાં છે. વધુમાં જણાવ્યું હતું કે ચોરીના બનાવોમાં 26 ટકા ઘટાડો થયો છે, ગત વર્ષના 3 માસની સરખામણીએ આ વર્ષે 3 માસ દરમ્યાન ગુનાઓમાં 22 ટકા ઘટાડો થયો છે.
ચોરીના બનાવોમાં 15.6 ટકા ઘટાડો થયો છે. હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે, ત્યારે દારૂ પીને ગાડી ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરનારને ઇનામ આપવામાં આવતા આ પ્રકારના ડ્રિન્ક એન્ડ ડ્રાઈવર કેસો પણ મોટી સંખ્યામાં કરવામાં આવ્યા છે. જોકે ક્રાઇમ કોન્ફરન્સ માં પોલીસ કમિશનર દ્વારા તમામ પીઆઈને કડક સૂચના આપીને કહ્યું કે વિસ્તારમાં અસમાજિક તત્વો અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી અને કોઈ ખોટી રજૂઆત કરે તો તેની ફરિયાદ લેવી નહીં આમ ચૂંટણી લઈને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખવા માટે સૂચન કર્યા છે.