November 25, 2024

ગરમીમાં ઘરે જઈને તરત નહાતા લોકો આ જરૂર વાંચો…

અમદાવાદ: ગરમીની ઋતુ આવી ગયા છે. આ સાથે જ ગરમીનો પારો 42થી 45 ની ઉપર જતો રહ્યો છે. આવી ગરમીમાં ભલે તમે સવારે નાહીને ઘરની બહાર નિકળો છો, પરંતુ ગરમી અને પરસેવાના કારણે ઈરિટેશન અનુભવવા લાગે છે. એવામાં લોકો ઘર પહોંચીને બીજી વખત નહાવાનું પસંદ કરે છે. જેથી તાજગી અનુભવાય, પરંતુ કેટલીક લોકો ભર તડકામાંથી આવીને ઘરમાં પહોંચતાની સાથે નહાવા જતા રહે છે. જે તેમના શરીર માટે ખુબ જ નુકસાનકારક છે.

તીવ્ર ગરમીના કારણે શરીરનું તાપમાન ઉંચુ રહે છે, આવી સ્થિતિમાં જ્યારે આપણે ગરમીના કારણે ઘરે પહોંચતા જ અચાનક સ્નાન કરીએ છીએ ત્યારે શરીરનું તાપમાન બદલાવા લાગે છે. ગરમી અને ઠંડીના કારણે અનેક પ્રકારના ઈન્ફેક્શન થઈ શકે છે, તેનાથી ગળામાં ખરાશ અને શરદીનું જોખમ વધી શકે છે, આવી સ્થિતિમાં તે જરૂરી છે કે ઘરે પહોંચ્યા પછી પહેલા ઓછામાં ઓછા અડધો કલાક આરામથી બેસો અને પછી જ સ્નાન કરો.

આ પણ વાંચો: આ ઉનાળામાં ખોટી રીતે કાકડી ખાઓ છો તો થશે નુકસાન

કેટલાક લોકો એવા હોય છે જે ઉનાળામાં ઘણી વખત સ્નાન કરે છે. તેઓને લાગે છે કે આનાથી તેઓ તાજગી અનુભવશે. પરંતુ આ તેમને નુકસાન પહોંચાડી શકે છે. વારંવાર નહાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે કારણ કે તે ત્વચામાં હાજર કુદરતી તેલને ઘટાડે છે જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. ઉપરાંત, આના કારણે તમને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તેથી, ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ફક્ત બે વાર જ સ્નાન કરવું જોઈએ. સવારે અને ઘરે પાછા ફર્યા પછી, થોડીવાર આરામ કરો જેથી તમારા શરીરનું તાપમાન ઓરડાના તાપમાન જેવું થઈ જાય અથવા રાત્રે સૂતા પહેલા. ઉપરાંત, તમારે ઉનાળાની ઋતુમાં ઘરે પહોંચતાની સાથે જ આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

ઉનાળામાં ઘરે પહોંચ્યા પછી આ વાતોનું ધ્યાન રાખો
ઠંડુ પાણી ન પીવો
તડકામાંથી પાછા આવ્યા પછી વ્યક્તિને ખૂબ તરસ લાગે છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો ઠંડુ અથવા બરફનું પાણી પીવાની ભૂલ કરે છે. કારણ કે બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન વધે છે. આવી સ્થિતિમાં જો તમે અચાનક ઠંડુ પાણી પી લો તો તેનાથી શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે અને તમારે શરદી, ગળામાં દુખાવો અને ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

AC માં બેસો નહીં
તેજસ્વી સૂર્યપ્રકાશ આવ્યા પછી એસી રૂમમાં બેસવાનું ટાળો. કારણ કે AC ની ઠંડી હવા તમને ગરમીથી રાહત આપી શકે છે, પરંતુ ખૂબ ઠંડી જગ્યાએ આવવાથી તમને ગરમીનો અહેસાસ થઈ શકે છે. જેના કારણે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.