IPL 2024: મુંબઇને હરાવ્યા બાદ ભાવુક થયો સંદીપ શર્મા, અનસોલ્ડ થવા પર આપ્યું નિવેદન
જયપુર: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ પાંચ વિકેટ લીધા બાદ રાજસ્થાન રોયલ્સના બોલર સંદીપ શર્માએ કહ્યું કે, બોલિંગ કરતા સમયે તેમની યોજના ‘વેરિએશન અને કટર’નો ઉપીયોગ કરવાની છે. શર્માએ મુંબઇ વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાની ચાર ઓવરોના સ્પેલમાં 4.50ની ઇકોનોમી રેટથી 18 રન આપીને પાંચ વિકેટો લીધી હતી. આ સાથે જ સંદીપે બે વર્ષ પહેલા અનસોલ્ડ રહેવાને લઇ ઇમોશનલ નિવેદન પણ આપ્યું હતું.
સંદીપ શર્માએ આ પ્લાનથી મુંબઈ ઈન્ડિયન્સનો શિકાર કર્યો હતો
મેચ બાદની પ્રેઝન્ટેશનમાં બોલતા શર્માએ કહ્યું હતું કે ઈજામાંથી પરત ફર્યા બાદ તે સારું અનુભવી રહ્યો છે. 30 વર્ષીય ફાસ્ટ બોલરે કહ્યું કે તે ચાલી રહેલી ટી-20 ટૂર્નામેન્ટમાં દરેક મેચનો આનંદ માણી રહ્યો છે. શર્માએ કહ્યું- હું બે દિવસ પહેલા જ ફિટ થયો હતો. ફિટનેસ પછી મારી પ્રથમ મેચ રમી રહ્યો છું, સારું અનુભવું છું. પિચ ધીમી અને નીચી બાજુએ હતી. તેથી મારી યોજના બોલિંગની વિવિધતા અને કટર ચાલુ રાખવાની હતી. જો તમે છેલ્લે બોલિંગ કરો છો તો તમારું હૃદય મોટું હોવું જોઈએ (રન આપવા માટે તૈયાર રહો). આઈપીએલમાં એવું જોવા મળ્યું છે કે બોલરો દબાણમાં હોય છે.
આ પણ વાંચો: રાજસ્થાન સામે હારનું હારનું ઠીકરું હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યું
આઇપીએલમાં અનસોલ્ડ રહેવાથી સંદીપ ભાવુક થઈ ગયો
તે અનસોલ્ડ રહેવા અંગે ભાવુક થઈ ગયો અને કહ્યું – જેમ તમે જાણો છો બે વર્ષ પહેલા મને કોઈએ ખરીદ્યો ન હતો. મને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેથી હું દરેક મેચનો આનંદ માણી રહ્યો છું. તમને જણાવી દઈએ કે સંદીપ શર્મા અનસોલ્ડ રહીને બધાને આશ્ચર્ય થયું હતું. જોકે બાદમાં જ્યારે રાજસ્થાને તેને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો ત્યારે તેને આઇપીએલ 2024 માટે જાળવી રાખવામાં આવ્યો. હવે જ્યારે તે ઈજા બાદ પરત ફર્યો ત્યારે તેણે 5 વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ મેચમાં મુંબઈએ 179 રન બનાવ્યા હતા
મેચની વાત કરીએ તો MIએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં મુંબઈની ટીમ માટે તિલક વર્મા અને નેહલ વાઢેરાએ બે શાનદાર બેટિંગ કરી હતી. વર્મા અને વાઢેરાની ઇનિંગ્સને કારણે MIએ 179/9 રન બનાવ્યા. રોયલ્સ માટે બોલિંગનું નેતૃત્વ સંદીપ શર્માએ કર્યું હતું, જેણે તેની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 18 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ લીધી હતી.
આ રીતે રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો
જવાબમાં, યશસ્વી જયસ્વાલે યજમાનોને સિઝનની તેમની 7મી જીત અપાવી કારણ કે તેઓએ MIને 9 વિકેટે હરાવ્યું. મુલાકાતી ટીમ માટે પિયુષ ચાવલાએ એકમાત્ર વિકેટ લીધી હતી. જીત પછી, RR 14 પોઈન્ટ સાથે IPL 2024 સ્ટેન્ડિંગમાં ટોચ પર છે. MI છ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.