December 18, 2024

પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી, પદ્મિનીબાને ફેંક્યો પડકાર

કીર્તિ પટેલે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં વીડિયો બનાવ્યો છે.

રાજકોટ: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સહિત આખા દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરાઇ રહ્યો છે. આવામાં ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ્દ કરવા માંગ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે હવે ટિકટોક ગર્લ કીર્તિ પટેલે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે પદ્મિનીબાને પડકાર ફેંક્યો છે.

રાજકોટ લોકસભાથી પરશોત્તમ રૂપાલાને બીજેપીએ ટિકિટ આપ્યા તેમના એક નિવેદનને લઈ બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે. ક્ષત્રિય સમાજે બીજેપીને પરશોત્તમ રૂપાલાની લોકસભા ટિકિટ રદ્દ કરવા માંગ કરી છે. આ દરમિયાન હવે ટિકટોક ગર્લ કીર્તિ પટેલે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબાને પડકાર ફેંક્યો છે અને પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં વીડિયો બનાવ્યો છે. કીર્તિ પટેલે પોતાના વીડિયોના માધ્યમથી કહ્યું છે કે, પદ્મિનીબાએ તેમનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઇએ.

આ પણ વાંચો: સ્ટોન ક્વોરી બંધ કરો નહીતો ચૂંટણી બહિષ્કાર, મંત્રી અને તંત્ર દોડતા થયા

કીર્તિ પટેલે જણાવ્યું માણસ માત્ર ભૂલને પાત્ર,ભૂલ માણસથી જ થાય છે. પદ્મિનીબાને હવે જ શા માટે સંકલન સમિતિ સામે વાંધો પડ્યો? રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી. માત્ર પટેલ જ નહીં 18 વર્ણને જોડે રાખીને રૂપાલા સાહેબે સેવા કરેલ છે. ક્ષત્રિય સમાજને તમે ઉશ્કેરો અને પછી હટી જાવ છો? તમે તમારા સમાજનું પણ સારું નથી બોલતા. પદ્મિનીબા એ જૌહરને બદનામ કર્યું છે.

વધુમાં કીર્તિ પટેલે જણાવ્યું કે, હું પટેલ સમાજની દીકરી તરીકે જણાવું છું. ક્ષત્રિય સમાજ દિલથી મોટું મન રાખીને પરશોત્તમ રૂપાલા સાહેબને માફ કરો. પદ્મિનીબા સમાજને માત્ર ઉશ્કેરવાનું જ કામ કરે છે.